Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝટામેટાના ભાવ લાલચોળ, શિયાળામાં 20-30 રૂપિયે કિલો મળતા ટામેટાંનો ભાવ 100ને પાર

ટામેટાના ભાવ લાલચોળ, શિયાળામાં 20-30 રૂપિયે કિલો મળતા ટામેટાંનો ભાવ 100ને પાર

TOMOTO
Share Now

કોરોનાએ દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર ઊભી કરી છે. જેની સાથે જ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે.ખાદ્ય ચીજ વસ્તુઓથી માંડી રોજબરોજની દરેક વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.તો સાથે જ તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાકીય કચેરી દ્વારા વધતા જતા દરેક ચીજ વસ્તુના ભાવના સૂચક આંક રજૂ કરવામાં આવ્યા છે. જે મુજબ જથ્થાબંધ ભાવઆંકમાં જબબર ઉછાળો જોવા મળ્યો છે.

કોરોનાના કારણે લોકોના જીવનમાં ખુબ માઠી અસર જોવા મળી હતી.તો તેની સાથે જ મોંધવારીએ માજા મૂકી છે.શાકભાજીથી લઇને અનેક ધર વખરી ના ભાોવોમા વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ઇંધણના વધતા જતા ભાવ તો બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શિયાળામાં 20-30 રૂપિયે કિલોના ભાવે મળ્તા ટામેટા(Tomato)આજે ભાવ 100ને પાર જોવા મળે છે.

આંધ્ર, કર્ણાટકમાં પૂરને કારણે પાક ધોવાતાં ટામેટાંના(Tomato) ભાવ આસમાને

શાકભાજીના અને ખાસ કરીને ટામેટાંના ભાવ આસમાને જોવા મળે છે. સામાન્ય રીતે શિયાળામાં 20,30 રૂપિયે કિલોના ભાવે મળતા ટામેટાંનો ભાવ દેશના ઘણા શહેરોમાં કિલોના 100 રૂપિયાથી પણ વધારે થઇ ચૂક્યો છે. તો આ ભાવ વધારાની સાથે જ સામાન્ય લોકોના જીવનમાં સીધી અસર જોવા મળે છે.આંધ્ર, કર્ણાટકમાં પૂરને કારણે પાક ધોવાતાં ભાવ આસમાને પહોંચ્યા છે.તો ટામેટાંના ભાવ આટલા ઊંચા કદાચ ક્યારેય જોવા નથી મળ્યા.

ઓછા પાક અને વધુ માગ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પણ ટામેટાં(Tomato) ‘લાલ’ થઇ રહ્યા છે.તો તેની સાથે તમણે જણાવી દઇએ કે દરેક રાજયમાં ટામેટાના (Tomato)ભાવમાં વધારો થઇ રહ્યો છે.બેંગલુરુમાં ટામેટાંનો ભાવ 110 રૂપિયે કિલો અને ડુંગળી 60 રૂપિયે કિલો છે. મુંબઇમાં ડુંગળી 60 રૂપિયે અને ટામેટાં 80 રૂપિયે કિલોના ભાવે મળે છે. દિલ્હીમાં પણ ટામેટાંનો ભાવ 70થી 100 રૂપિયે કિલો થઇ ચૂક્યો છે. tomoto

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

ચેન્નઇમાં ટામેટાનો(Tomato) ભાવ 160 રૂપિયે કિલો

ચેન્નઇમાં ટામેટાંનો ભાવ કિલોના 160 રૂ. થઇ ચૂક્યો છે.ત્યારે  શહેરના કોયમબેડુ હોલસેલ માર્કેટમાં સોમવારે ટામેટાંની (Tomato)દોઢ ગણી ઓછી આવક થઇ હોય તેવું જોવા મળ્યું છે. જે છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછી આવક છે. રિટેલ માર્કેટમાં ટામેટાં (Tomato)140થી 160 રૂપિયે કિલોએ મળી રહ્યા છે. ઍપ બેઝ્ડ ગ્રોસરી સ્ટાર્ટઅપ્સ 120 રૂપિયાના ભાવમાં વેચે છે.તો આવનારા સમયમાં કેટલા ભાવ સુધી આંકડો ઉપર જશે તે તો હવે જોવાનું જ રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment