આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીનું જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ થી છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ માહિતી આપી હતી. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
બે દિવસથી ચાલી રહ્યું છે ઓપરેશન
છેલ્લા બે દિવસમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. સોમવાર અને મંગળવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ ઓપરેશનમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શોપિયાં જિલ્લાના તુલરાન અને ફેરિપોરા વિસ્તારમાં આ ઓપરેશનમાં સીઆરપીએફની 178 બટાલિયન, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ -કાશ્મીર પોલીસના જવાનો શામેલ રહ્યા હતા.
36 કલાકમાં સાત આતંકીઓ ઠાર
શોપિયાંમાં, તુલરાન વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં ટીઆરએફ સંગઠનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અહીં એક આતંકવાદીની ઓળખ મુખ્તાર શાહ તરીકે થઈ હતી. જે ગંદરબલનો રહેવાસી હતો અને શ્રીનગરના શેરી વિક્રેતા વિરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ હતો. હુમલા બાદ આ આતંકી શોપિયાં ભાગી ગયો હતો. આ સિવાય બીજું એન્કાઉન્ટર શોપિયાંના ફેરીપોરા વિસ્તારમાં થયું હતું. અહીં બે આતંકીઓ માર્યા ગયા હતા. છેલ્લા 36 કલાકમાં સુરક્ષાદળોએ સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને બુધવારે આતંકવાદને નાબૂદ કરવામાં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલમાં એન્કાઉન્ટરમાં જેઈએમ કમાન્ડર આતંકવાદી શામ સોફીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. આ એન્કાઉન્ટર જમ્મુ -કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં થયું હતું. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં જેઈએમનો ટોચનો કમાન્ડર આતંકવાદી શામ સોફી ત્રાલ માર્યો ગયો છે.
#UPDATE | Top JeM Commander terrorist Sham Sofi killed in Tral Encounter: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/kUDRIHk5XE
— ANI (@ANI) October 13, 2021
સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ
જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં તિલવાણી મોહલ્લા વાગડમાં આતંકવાદીઓની હાજરી અંગેની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી કમાન્ડર શામ સોફી માર્યો ગયો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
NIAએ 4 લોકોની કરી ધરપકડ
આ સિવાય રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે તેની કાર્યવાહી તેજ કરી છે. તપાસ એજન્સીએ મંગળવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેઝિસ્ટન્સ ફોર્સ (ટીઆરએફ) સામે કડક કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીરના 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં 4 લોકોની આતંકવાદીઓને સપોર્ટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
NIA conducts searches at multiple locations in J&K and arrests 4 persons in J&K terrorism conspiracy case pic.twitter.com/I5PoWpIVcL
— ANI (@ANI) October 13, 2021
ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીનું જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ થી છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ માહિતી આપી હતી. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4