Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / December 5.
Homeનેચર & વાઈલ્ડ લાઈફસાવજનું ઘર એટલે સાસણ, ન માત્ર ગુજરાતીઓ પરંતુ વિદેશીઓનું ફેવરિટ સ્થળ બન્યું

સાવજનું ઘર એટલે સાસણ, ન માત્ર ગુજરાતીઓ પરંતુ વિદેશીઓનું ફેવરિટ સ્થળ બન્યું

SASAN TOURISM
Share Now

એશિયાટીક સિંહોનું ઘર એટલે સાસણ માં છેલ્લા પાંચ દિવસમાં ૧૮ હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.જુનાગઢ જિલ્લો એ પ્રવાસન હબ તરીકે વિકાસ પામી રહ્યો છે ત્યારે જુનાગઢ ગિરનાર રોપ-વે અને એશિયાટિક સિંહોનું ઘર એટલે સાસણગીર ખાતે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા ફક્ત સાસણની વાત કરીએ તો સાસણમાં 18 હજાર કરતા પણ વધુ પ્રવાસીઓએ વાઇલ્ડ લાઈફ એટલે કે સફારી પાર્કની મુલાકાત લીધી હતી જેમાં કુદરતી સૌંદર્ય વચ્ચે સિંહણ અને તેમના બચ્ચાઓને ખિલખિલાટ કરતા નિહાળીને પ્રવાસીઓ ખુબ જ રોમાંચિત થયા હતા.

સાસણમાં ૧૫ નવેમ્બર સુધી તમામ પરમીટો એડવાન્સમાં બુક થઈ ચૂકી

SASAN સિંહ ગુજરાતનું ગૌરવ છે અને દેશ-વિદેશથી પ્રવાસીઓ એશિયાટિક સિહોને જોવા સાસણ આવી રહ્યા છે હજુ પણ તારીખ ૧૫ નવેમ્બર સુધી તમામ પરમીટો એડવાન્સમાં બુક થઈ ચૂકી છે અને દેવળીયા પાર્કમાં પણ અવિરત પ્રવાસીઓ આવી રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં સાસણ સફારી અને દેવળિયા પાર્ક ખાતે 40 હજાર કરતાં પણ વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે.જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસનું મિશન યુપી : અમારી સરકાર બનશે તો આશા વર્કર્સ બહેનોને મળશે 10 હજારનું વેતન

સાસણએ જંગલ વિસ્તારની વચ્ચે આવેલું ગામ

SANSAN સાસણએ જંગલ વિસ્તારની વચ્ચે આવેલું ગામ છે જેથી અહીં આજુબાજુના તમામ વિસ્તારોમાં ફાર્મ હાઉસ અને હોટેલ્સ પ્રવાસીઓને કારણે 15 તારીખ સુધી ફૂલ છે. ગત વર્ષે કોરોના ને કારણે પ્રવાસીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો પરંતુ આ વર્ષે વેકસીન લીધા બાદ અને કોરોનાની અસર ઓછી થતા લોકો હવે ફરવા નીકળી પડ્યા છે અને કુદરતી સૌંદર્ય અને વાતાવરણમાં આવેલ હોટેલ્સ મા બુકિંગ કરાવી દિવાળી ની મોજ પરિવાર સાથે કરી રહ્યા છે.

પ્રવાસીઓ પાંચ દિવસ ભરપૂર મોજ માણી પોતાના વતન પરત ફર્યા

આમ આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ગિરનાર રોપ વે માં અને સાસણગીર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને પાંચ દિવસ ભરપૂર મોજ માણી પોતાના વતન પરત ફર્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment