મુંબઈ : ભારતની ટોચની પ્રીમિયમ કાર કંપની અને મારૂતિ સાથે ઈલેકટ્રીક સહિત અનેક સેગમેન્ટમાં ભાગીદારી કરીને પોતાનો વ્યાપ વધારી રહેલ ટોયોટા કંપનીએ તેની એક કારનું વેચાણ તાત્કાલિક ધોરણેથી બંધ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તેણે હવે પ્રીમિયમ સિડાન કાર યારિસ(Toyota Yaris)નું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
Toyota Yaris
ટોયોટા કિર્લોસ્કર મોટરે દેશમાં Yaris સિડાન મોડલનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ યારિસ (Toyota Yaris) 2018માં લોન્ચ કરી હતી. આ સાથે કંપનીએ મધ્ય-કદના પ્રીમિયમ કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો અને આજે આ મોડલ બંધ કરતા એક્ઝિટ લીધી છે.
કંપની Yaris સાથે આ સેગમેન્ટમાં હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ, હ્યુન્ડાઇ વર્ના સાથે સ્પર્ધા કરી રહી હતી. કંપનીએ સોમવારથી Yarisનું વેચાણ બંધ કરી દીધું છે.
Yaris 1.5 લિટર પેટ્રોલ એન્જિન ધરાવતી કાર(Toyota Yaris) છે અને તેમાં 7 એરબેગ્સ, રૂફ માઉન્ટેડ એર વેન્ટ્સ અને ડિસ્ક બ્રેક્સ જેવી સુવિધાઓ છે.
આ પણ વાંચો : પૈસા તૈયાર રાખજો….!!! દિવાળી ટાણે રૂ. 45,000 કરોડ એકત્ર કરવા આવી રહ્યાં છે 30 IPO
કેમ બંધ કરી Yaris ?
કંપનીએ કહ્યું કે તે નવી ટેકનોલોજી અને ઉત્પાદનો સાથે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની વ્યૂહરચનાના ભાગરૂપે આ મોડેલ(Toyota Yaris)નું વેચાણ બંધ કરી રહી છે.
જોકે કંપનીના આ મોડલના વર્તમાન ગ્રાહકો પર શું અસર થશે તેવી આશંકાઓ ઉપજે તે પહેલાં જ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે Yarisના હાલના ગ્રાહકોને કંપનીના ડીલર સર્વિસ આઉટલેટ્સ દ્વારા દેશભરમાં સેવા મળતી રહેશે. કંપની આગામી 10 વર્ષ સુધી તેના સ્પેરપાર્ટ્સ પણ આપશે.
Yaris ગ્રાહકોમાં લોકપ્રિય હોવાનું કારણ મોડલની આકર્ષક ડિઝાઇન અને નવી સુવિધાઓ હતી જેને કારણે કંપનીનું આ મોડેલ ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. આ સાથે Yarisની જાળવણીનો ખર્ચ એટલેકે મેન્ટેનન્સ કોસ્ટ પણ આ સેગમેન્ટની ગાડીઓ કરતા ઓછી હતી.
ટોયોટા કિર્લોસ્કર મોટર જાપાનની ઓટોમોબાઈલ કંપની ટોયોટા અને કિર્લોસ્કર ગ્રુપનું સંયુક્ત સાહસ છે. કંપની આવતા વર્ષે કેટલાક નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહી છે.
આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4