કોરોના સામે મ્હાત આપવા વેક્સીન જ એક માત્ર ઉપાય છે પરંતુ રાજ્યભરમાં કોરોનની રાશિની અછત વર્તાઈ રહી છે જેના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે… રાજકોટમાં રસીની અછત ચાલી રહી છે અને જેમ જેમ સ્ટોક આવે છે તેમ તેમ રસી અપાય રહી છે. આવા સમયે જાહેરનામું બહાર પાડી દીધું હતું કે, 31 જુલાઈ સુધીમાં તમામ વેપારી, ધંધાર્થીએ રસી લઈ લેવાની રહેશે. રાજકોટ મનપા એક દિવસમાં 12000 ડોઝ પણ આપી શકે તેવી ક્ષમતા ધરાવતું નથી. આ રીતે સંકલન કર્યા વગર જાહેરનામું જાહેર કરી દીધું હવે રસી ન મળતા વેપારીઓની હાલત કફોડી બની છે અને રસી વેચાતી લઈ રહ્યાં છે. આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, વેપારીઓની રસી આપવાની મુદ્દત વધારો નહીં તો વેક્સિન આપો. કારણ કે હજી 10 ટકા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. સરકાર દ્વારા પૂરતો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળતો નથી જેના કારણે વેક્સિનમાં અછત વર્તાઈ રહી છે અને એમાં પણ જાહેરનામું બહાર પડ્યું જેના લીધે વેપારીઓ રસી લેવી હોઈ તો કરે તો પણ શું ? કારણકે રસીકરણ કેન્દ્ર પર સ્ટોક જ નથી જેને લઇ ચેમ્બર ઓફ કોમર્સે સીએમને લખ્યો પત્ર .
સ્ટોક નથી એ તંત્રની અણઆવડતનું કારણ
સોમવારે વધુ 10,000 ડોઝ આવવાના હતા પણ રાજ્ય સરકારે એક પણ ડોઝ ન મોકલતા મનપા પાસે રહેલા ડોઝમાંથી 3021ને જ રસી આપી શકાય હતી. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં દિવસના 100થી 125 લોકો વેચાતી રસી લેવા જતા હતા પણ હવે આ સંખ્યા વધી રહી છે. જોકે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી મુદત વધારવા માગ કરવામાં આવી છે. સ્ટોક નથી એ તંત્રની અણઆવડતનું કારણ છે લોકો તો સવારથી જ લાઈનો કરી ઉભા રહે છે પરંતુ તંત્રની અણધડ નીતિને કારણે અવ્યસ્થા સર્જાઈ છે.
આ પણ વાંચો : બાળકો માટેની કોરોના રસીને લઇ મહત્વના સમાચાર
આમાં વેપારીઓનો શું વાંક?
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ધંધાર્થીઓ અને વેપારીઓને 31 જુલાઈ સુધીમાં રસી લેઇ લેવા જાહેરનામું બહાર પાડ્યુ છે. પરંતુ પુરતો સ્ટોક અપાતો નહીં હોવાથી વેપારીઓ શું કરે? વેપારીઓ રસી લેવા તૈયાર જ છે પણ તંત્રની અણ આવડત સામે વેપારીઓનો શું વાંક? અમે તારીખ લંબાવવા સરકારમાં રજૂઆત કરી છે. વેપારીઓ માટે રસીની મુદ્દત 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર તારીખ લંબાવે છે કે પછી વેપારીઓને હાલાકી પડશે અથવા તો વેક્સીનની વ્યસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે તે આગામી સમય જ બતાવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4