Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝબગોદરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

બગોદરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

accident
Share Now

રાજ્યમાં અકસ્માત (accident)ની વણઝાર થંભવાનું નામ નથી લઇ રહી તેમ એક બાદ એક અકસ્માત સર્જાઇ રહ્યા છે. આ તમામ વચ્ચે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બગોદરા-ધોળકા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકોને ઇજા પહોંચી છે. ટ્રક (Truck)પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો છે.

accident ને લઇ પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોને 108 ની મદદથી સારવાર અર્થે બગોદરા હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડ્યા છે. આ અકસ્માતમાં કારમાં સવાર લોકો અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. તેઓ તમામ જુડોની મેચ રમવા માટે ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અરવલ્લી-સાબરકાંઠાની રાજસ્થાન રાજ્યને જોડતી આંતરરાજ્ય સરહદો પર પ્રોહિબિશન રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 2 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર આગળ ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment