Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝબાઢડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

બાઢડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

accident photo
Share Now

સાવરકુંડલાના બાઢડા રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા રોડ પર ગઈકાલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય ચુકવવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. 

accident photo

8 લોકો સવારનો સૂર્ય જોવે તે પહેલા જ જીવનનો સૂર્ય આથમી ગયો

ગઈકાલે રાત્રીના 3 વાગ્યા આસપાસ ફૂલ સ્પીડમાં મહુવા તરફ જઈ રહેલા ટ્રકે સ્ટીયરીંગ વ્હીલ પરથી કાબુ ગુમાવતા ટ્રક બાઢડા પાસે 10 ફૂટના ખાડામાં ખાબક્યો હતો. સાવરકુંડલાના બાઢડા નજીક રોડ સાઈડમાં આવેલ ઝૂંપડામાં એક ટ્રક ઘુસી ગયો હતો. ત્યારે નીચે ઝુપડા બાંધી સુતેલા 8 લોકો ટ્રક નીચે કચડાઈ ગયા હતા. આ 8 લોકો સવારનો સુરજ જોવે એ પહેલા દરેકનો સૂર્ય અસ્ત થઇ ગયો હતો. તો અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ લોકોને સાવરકુંડલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવામાં આવી હતી.

accident photo

મૃતકોના નામ :

  1. વિરમભાઇ છગનભાઈ રાઠોડ (ઉ.વ.35)
  2.  નરશીભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.60)
  3. નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.65)
  4. હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (ઉ.વ.37)
  5. લક્ષ્મીબેન હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.30)
  6. સુકુનબેન હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.13)
  7. પુજાબેન હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.8)
  8. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ (ઉ.વ.20)

                 accident photo accident photo

મુખ્યમંત્રીએ મૃતકો માટે વ્યક્ત કર્યો શોક 

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા નજીક એક ટ્રક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જવાથી થયેલી કમનસીબ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અત્યંત શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે, અમરેલી જીલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામે થયેલા અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. ભોગ બનેલા લોકોને તંત્ર દ્વારા યોગ્ય મદદ પૂરી પાડવામાં આવશે તેમજ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાશે. તેમજ પ્રભુ મૃતકોના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે.  

જુઓ આ વિડીયો : અમરેલીમાં બનશે વિમાન

અસરગ્રસ્ત પરિવારોને ચુકવાશે 4 લાખની સહાય 

મુખ્યમંત્રીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સમગ્ર કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટરને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને ચિર શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી હતી. હાલ તંત્ર ઘટના સ્થળે તપાસ કરી રહી છે. ઘટના સ્થળે ખુબ મોટી નુકસાની થઇ છે. 

દર્દનાક ઘટનાનો આરોપી ઝડપાયો 

accident photo

સાવરકુંડલાના બાઢડામાં બનેલી દર્દનાક ઘટનામાં વધુ જાણવા મળતી વિગતો મુજબ, ટ્રકના ડ્રાઈવરે રોંગ સાઈડમાં ટ્રક ચલાવી કાળો કહેર વર્તાવ્યો હતો. જો કે, આરોપી ટ્રક ડ્રાઈવરને પોલીસે ઝડપી પડ્યો છે. અને ટ્રક ડ્રાઈવર પ્રવીણ પરમાર વિરુધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. આરોપી પ્રવીણ પરમાર દ્વારા ટ્રક પ્રકારનો ક્રેઇન દ્વારા મધરાતે 5 મહિલાઓ અને 3 પુરુષોને કચડી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ગાઢ નિંદ્રામાં પોઢેલા શ્રમજીવીઓને હમેશા માટે ચીર નિંદ્રામાં પોઢાડી ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment