રાજ્યમાં અકસ્માત (Accident)થંભવાનું નામ નથી લઇ રહ્યાં તેમ ગાંધીનગર (Gandhinagar)માં ઇન્દ્રોડા રોડ પર પૂરપાટ ઝડપે આવતી ગાડીની ટક્કરથી એક્ટિવા સવાર પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ચાર વર્ષીય પુત્રનું સ્થળ પર તેમજ પિતાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા સમયે રસ્તામાં જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Gandhinagar માં ગાડીએ એક્ટિવાને મારી ટક્કર
પાટનગરના સરિતા ઉદ્યાન રોડ પર ગાડીના ચાલકે એક્ટિવા (Activa)ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા પુત્ર એક્ટિવા પરથી ઉછળીને જમીન પર પટકાયા હતા. જેમાં પુત્ર પૃથ્વીરાજને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાટનગરના સેક્ટર-8 ખાતે કાચા છાપરામાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ મકવાણા સફાઈ કામદાર તરીકે છૂટક મજૂરી કામ કરતાં હતાં.તેજેમના પરિવારમાં પત્ની નંદુબેન તેમજ ત્રણ દીકરી અને 14 વર્ષીય પુત્ર પૃથ્વીરાજ હતો. પરિવારમાં ત્રણ દીકરીઓ બાદ પુત્ર પૃથ્વીરાજનો જન્મ થયો હતો. હરેશભાઈની બે દિકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે. ગઈકાલે સોમવારે સવારે હરેશભાઈ તેમના પુત્રને લઈને એક્ટિવા પર ઇન્દ્રોડા શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, બે નામાંકિત ગ્રુપ પર તવાઇ બોલાવી
Gandhinagar ના અકસ્માતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું
આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર એકઠાં થઈ ગયા હતા. બાદમાં હરેશભાઈને પણ ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Hospital)મોકલી આપ્યા હતા. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલે પહોંચતા પહેલાં જ હરેશભાઈનું પણ રસ્તામાં મોત નીપજ્યું હતું. ત્યારે ગણતરીના કલાકોમાં જ પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ઇકો કારે પલટી મારી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4