સુરત (Surat)શહેરના કતારગામ વિસ્તારમાં હચમચી ઉઠાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે પરથી બે વર્ષનું બાળક નીચે પટકાતા તેમનુ મોત નીપજ્યું હતું. બાળક રમતાં રમતાં નીચે પટકાવાની આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, ફ્લેટ (Flat)ના આગળના ભાગમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને તે જ દરમિયાન તે નીચે પટકાયું હતુ.
સુરત (Surat)આઠમા માળેથી બાળક પટકાયુ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના આગળના ભાગમાં એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન તે ગ્રિલની આસપાસ રમતો નજરે ચઢે છે. તે દરમિયાન તેણે શરીર પર પોતાનો કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો, જેમાં તેનું મોત નિપજ્યુ હતું. CCTV ફુટેજના કેદ દ્રશ્યોમાં બાળક ફ્લેટના આગળના ભાગમાં ગ્રિલ આસપાસ રમી રહ્યું હતુ.
આ પણ વાંચો: શાહીન વાવાઝોડા ફંટાયું, આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
Android: http://bit.ly/3ajxBk4