Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટબિગ બોસ 15માં થઇ શકે છે એક ટ્રાન્સઝેન્ડરની એન્ટ્રી

બિગ બોસ 15માં થઇ શકે છે એક ટ્રાન્સઝેન્ડરની એન્ટ્રી

Pooja Sharma
Share Now

નાના પડદાના પ્રખ્યાત વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ વિશે આ દિવસોમાં ઘણા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને બિગ બોસની આગામી સીઝનના સ્પર્ધકો વિશે ઘણી અટકળો ચાલી રહી છે. બિગ બોસના ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે નવી સીઝનમાં ક્યા સ્પર્ધકો ભાગ લેશે. દરરોજ કોઈ એક કે બીજા સ્ટારનું નામ આ શો સાથે સંકળાયેલું જોવા મળે છે. અત્યાર સુધીમાં ટીવી સાથે સંકળાયેલા તમામ સેલેબ્સના નામ બહાર આવ્યા છે. જેમાં દિશા વાકાણી, દિવ્યાંકા ત્રિપાઠી, નિયા શર્મા, પાર્થ સમથાન અને રાહુલ વૈદ્યની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સહિત અનેક હસ્તીઓના નામ શામેલ છે. આ દરમિયાન એવા અહેવાલો છે કે હવે ટ્રાન્સજેન્ડર સમુદાયનાં સભ્ય પૂજા શર્મા( Pooja Sharma ) પણ આ શોનો ભાગ બની શકે છે. તાજેતરમાં જ બિગ બોસની 15મી સીઝન માટે પૂજા શર્મા( Pooja Sharma )નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આના પરથી લાગી રહ્યું છે કે ‘બિગ બોસ 15’ હિટ બનાવવા માટે તેના મેકર્સ પૂરી તૈયારી કરી રહ્યા છે.

Pooja Sharma

image credit : knocksense.com

સલમાન ખાનના આ શોમાં જોડાવા માટે ટ્રાન્સજેન્ડર પૂજા શર્મા( Pooja Sharma ) ખૂબ જ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂજા શર્મા સાથે સંકળાયેલા એક સ્ત્રોતે નિવેદન આપ્યું છે કે તે બિગ બોસ 15માં પણ જોવા મળી શકે છે. એવા પણ સમાચાર છે કે પૂજા શર્મા શોમાં કોમનર તરીકે જોવા મળી શકે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂજાના નજીકના એક સ્ત્રોતે કહ્યું હતું કે, ‘બિગ બોસ 15 માટે પૂજા શર્માનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી તેનું નામ નક્કી થયું નથી. નિર્માતાઓ તેમને એક કોમનર તરીકે શોમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ઓટીટી પ્લેટફોર્મ પર આ અભિનેત્રીઓને મળી અધધ સફળતા

Pooja Sharma

image credit : koimoi.com

આ રીતે શરૂ થઇ હતી પૂજા શર્માની સફર

પૂજા શર્માની ડ્રેસિંગ સ્ટાઈલ બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાથી પ્રેરિત લાગે છે. લોકોને પૂજા શર્માનો લુક ખૂબ પસંદ આવે છે. એક સમય એવો હતો કે જ્યારે પૂજા શર્મા લોકલ ટ્રેનમાં વીડિયો બનાવતા હતા અને આજે તેમના સોશિયલ મીડિયા પર ઘણા બધા ચાહકો છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 200kથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં પૂજા શર્મા ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. અંકિતા લોખંડે પૂજા શર્માને ખૂબ માને છે અને તેમના આશીર્વાદ લઈને પોતાને ભાગ્યશાળી માને છે.

Big Boss 15

image credit : indianexpress.com

ઉલ્લેખનીય છે કે બિગબોસની ગત સિઝનનો દેખાવ જોઈએ એટલો સારો નહોતો. બિગબોસની ગઈ સિઝનમાં રૂબીના દીલાઈક, રાહુલ વૈદ્ય, અભિનવ શુક્લા, રાખી સાવંત, નિક્કી તંબોલી, જાન કુમાર સાનું જસ્મીન ભસીન અને અલી ગોની જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ સિવાય સીઝન ભૂતપૂર્વ ખેલાડીઓ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને  ગૌહર ખાન સીનીયર તરીકે જોવા મળ્યા હતા. રૂબીના દીલાઈક અને રાહુલ વૈદ્ય અંતિમ બેમાં પહોંચ્યા હતા અને રૂબીના દીલાઈક અંતે વિજયી ઘોષિત થયા હતા. આ પહેલાની સીઝન 13 બિગબોસના ઇતિહાસની સૌથી પોપ્યુલર સીઝન જોવ મળી હતી. જેના પછી સિદ્ધાર્થ શુક્લા, આસીમ રીયાઝ અને શહેનાઝ ગીલ જેવા કલાકારોને અઢળક ખ્યાતી મળી હતી. આથી શો મેકર્સ આ વખતે પણ સીઝન 15ને સફળ બનાવવા માટે પોતાનાથી બનતા પ્રયાસ કરી રહ્યા છે. આથી તેમણે પૂજા શર્મા જેવા પોપ્યુલર કલાકારને લેવાનો નિર્ણય કર્યો હશે એવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

No comments

leave a comment