Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeલાઇફ સ્ટાઇલTRENDY FASHION : આવી એરીંગ્સ તમે પહેલા ક્યાંય નહીં જોઈ હોય…

TRENDY FASHION : આવી એરીંગ્સ તમે પહેલા ક્યાંય નહીં જોઈ હોય…

trandy fashion designs of wooden earings
Share Now

લાકડામાંથી સામાન્ય રીતે શું બને? તમે કહેશો કે ફર્નીચર. ફર્નીચર તો બને જ પણ આ સિવાય પણ લાકડામાંથી બનેલ એરીંગ્સ વિશે સાંભળ્યું? જેને ‘વુડન એરીંગ્સ’ કહેવામાં આવે છે. આ પ્રકારના એરીંગ્સને સીસમના લાકડામાંથી બનવવામાં આવે છે. ખાસ હેન્ડ વર્ક એટલે કે હાથેથી જ જીણવટપૂર્વક બનવવામાં આવે છે. ચાંદી અને સીસમ લાકડામાંથી બનવવામાં આવતી આ એરીંગ, સામાન્ય એરિંગ કરતા ઘણું અલગ લુક આપે છે. તમને તો એન્ટીક અને ઓથેન્ટિક વસ્તુઓ પહેરવી વધારે ગમતી હોય તો આ પ્રકારની એરિંગ પરફેક્ટ છે. કોઈ પણ કુર્તી કે લાઈટ લહેંગા સાથે આ પ્રકારની એરીન્ગ્સ તમે પહેરી શકો છો.

જુઓ આ વિડીયો: Wooden Earrings

 

કુર્તીએ એકદમ કમ્ફર્ટેબલ આઉટફીટમાં આવે છે. ખાસ કરીને કોઈપણ ટ્રેડીશનલ ફંક્શનમાં કુર્તીઓ પહેરવાનું છોકરીઓ વધારે પસંદ કરે છે. આજકાલ અવનવી કેટલીય પેટર્નમાં અને ડીઝાઇનમાં કુર્તીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. ત્યારે વેસ્ટર્ન કુર્તીઓ પણ એટલી જ ટ્રેન્ડમાં (trendy fashion) છે. એક નવી જ પ્રકારની કુર્તીઓ આજકાલ ખુબ ટ્રેન્ડમાં છે, જેનું નામ છે કફ્તાની કુર્તી. આ એક વેસ્ટર્ન લુક આપતી કુર્તી છે. જે અલગ અલગ પ્રિન્ટ ડીઝાઇનમાં બનવવામાં આવતી હોય છે. જો તમે સ્કીની છો એટલે કે વધારે પાતળા છો આ પ્રકારની કુર્તી તમને એકદમ પરફેક્ટ બોડી વાળું લુક આપશે. ખાસ કરીને આમાં બ્રાઉન, મરુન, બ્લેક, ગ્રે આ પ્રકારના રંગો ટ્રેન્ડમાં અને ફેશનમાં (trendy fashion) છે. આ કુર્તી સિવાય કફ્તાની ટોપ અને પ્લાઝો પેન્ટ પણ એટલા જ ટ્રેન્ડમાં છે. 

જુઓ આ વિડીયો: Kaftan Kurti

કોઈ પણ આઉટફીટની સાથે તેની સાથે પહેરવામાં આવતી જ્વેલેરી પણ એટલી જ મહત્વની છે. એક સિમ્પલ કુર્તી પર જો એક સુંદર નેકલેસ પહેરવામાં આવે તો એ ચોક્કસથી તમારા લુકને ચેન્જ કરી શકે છે.  ખાસ કરીને આજકાલ વેસ્ટર્ન મોતીમાંથી બનાવવામાં આવતા નેકલેસ બહુ જ મસ્ત લાગે છે. નાની સાઈઝના મોતી અને મોટી સાઈઝના મોતી બનેમાંથી એકદમ યુનિક પ્રકારના નેકલેસ જોવા મળે છે. એન્ટીક અને એકદમ ગોર્જસ લુક આપતા આ નેકલેસ માર્કેટમાં તમને ૩૦૦-૧૦૦૦ સુધીમાં મળી જાય છે.

જુઓ આ વિડીયો : Girls Necklace

આ પણ વાંચો: લાલ દરવાજા જાવ તો આ વસ્તુ ખરીદવાનું ભૂલતા નહીં…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment