Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝદક્ષિણ ગુ.ના અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારોએ હવે ગાંધીનગર નહીં જવું પડશે

દક્ષિણ ગુ.ના અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારોએ હવે ગાંધીનગર નહીં જવું પડશે

Scheduled Caste office
Share Now

સુરતઃ અનુસૂચિત જનજાતિ(Scheduled Tribal) માટે કામકાજ અર્થે હવે ગાંધીનગર સુધી લંબાવું પડશે નહીં. જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા કરવાથી લઈ અનુસૂચિત જાતિ જનજાતિ (Scheduled Tribal) માટે માટેની તમામ પ્રક્રિયા સુરતથી થઈ જાય તેવી વ્યવસ્થા શરૂ કરાવી દેવાઈ છે.આ માટે સુરત ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરી અને વિજીલન્સ સેલની નવીનત્તમ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ કચેરીનું ઉદ્દધાટન વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Opening

હવે દક્ષિણ ગુજરાતના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ સુરત કચેરી ખાતેથી જ થઈ જશે

દક્ષિણ ગુજરાતના અનુસૂચિત જનજાતિના(Scheduled Tribal) લોકો માટે આવકના દાખલા થી લઈને જુદા જુદા પ્રમાણપત્રોની ખરાઇ માટે ખૂબ જ તકલીફ પડતી હતી જાતિના પ્રમાણપત્રના નાના કામો માટે ગાંધીનગર સુધી કામ પૂર્ણ થયાની રાહ જોવી પડતી હતી જેને લઇ અનેકવાર ફરિયાદો ઉઠી રહી હતી ત્યારે સરકાર દ્વારા વિધાનસભામાં ખરડો પસાર કરી ગુજરાતના જુદા જુદા મહત્વના ચાર સેન્ટર અનુસૂચિત જાતિ જનજાતિ માટે ખોલી દેવામાં આવ્યા છે.જેમાં દક્ષિણ ગુજરાત ના અનુસુચિત જાતી જનજાતીના(Scheduled Tribal) લોકો માટે સુરતમાં સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.સુરતના નાન પુરા ખાતે આવેલ બહુમાળી ભવન, સી-બ્લોકના પહેલા માળે જાતિના પ્રમાણપત્રો ખરાઈ કરવા માટેની કચેરી શરૂ કરાઇ છે.જે અંતર્ગત વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજીલિયન્સ સેલ સુરતની રચના કરવામાં આવી છે.આ વિભાગીય કચેરી હેઠળ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાના અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો: BTP કે કોંગ્રેસના ગુંડાઓને, છોડવાનો નથી, યાદ રાખજો…” : સાંસદ મનસુખભાઇ વસાવા

Ganpat Vasava

અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારો માટે રાજય સરકાર કટિબધ્ધઃ આદિજાતિ મંત્રી

આ કચેરીનું ઉદઘાટન રાજ્યના વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. દરમ્યાન મંત્રી ગાંપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અનુસુચિત જનજાતિના(Scheduled tribes) ઉમેદવારોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ-૨૦૧૭માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર રૂલ્સ અનુસાર રાજય તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં અધિક કલેકટર, ડી.વાય.એસ.પીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત ઝોનના સાત જિલ્લાના ઉમેદવારોને ધો.૧૦ બાદ એસ.ટી. તરીકે શિક્ષણ, તાલુકા જિલ્લા પંચાયત તરીકે કે અન્ય ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવું હોય કે સરકારી નોકરી મેળવવી હશે તો અહીની કચેરી ખાતેથી વિશ્લેશ્વણ સમિતિ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારને તેના બધા લાભો મળશે. અનુસૂચિત જનજાતિના(Scheduled tribes) ઉમેદવારોએ અત્યાર સુધી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ માટે ગાંધીનગર સુધી જવું પડતુ હતું પણ હવે પ્રાદેશિક કક્ષાએ તેઓના પ્રમાણપત્રોની ખરાઈ થઈ શકશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કચેરી શરૂ થવાથી અરજદારોના સમય અને નાણાની બચતની સાથે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment