Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝMadhya Pradesh : યુવક સાથે બર્બરતા, ટ્રક સાથે બાંધી ઢસડતા મોત

Madhya Pradesh : યુવક સાથે બર્બરતા, ટ્રક સાથે બાંધી ઢસડતા મોત

Madhya Pradesh
Share Now

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના નીમચમાં એક આદિવાસી વ્યક્તિ સાથે બર્બરતા દાખવી અને એક ટ્રક સાથે બાંધીને ઢસડવામાં આવ્યો હતો ઉપરાંત માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વ્યક્તિનું મોત નિપજ્યું છે. આરોપીએ વ્યક્તિ સાથે માત્ર બર્બરતા જ ન કરી હતી, પરંતુ તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) પોલીસે આ મામલે હાલમાં 8 આરોપીઓની ઓળખ કરી છે અને 4 આરોપીની ધરપકડ પણ કરી છે. તેની સામે હત્યા અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઘટના શું છે?

મળતી માહિતી મુજબ આ ઘટના નીમચ જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશન (Police Station)વિસ્તારની છે. કાન્હા ઉર્ફે કન્હૈયા ભીલ બાળદાનો રહેવાસી છે. ચોરીની શંકાએ કેટલાક લોકોએ તેની સાથે બર્બરતા દાખવી હતી અને તેને ખરાબ રીતે ઢોરમાર માર્યો હતો. ટ્રક પાછળ દોરડાથી તેના પગ બાંધી અને તેને ઢસેડવામાં આવ્યો હતો. વ્યક્તિ સાથે આટલી બર્બરતા બાદ પણ આરોપીઓને તરસ ન આવતા તેઓએ તેમને પગથી મારવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે કન્હૈયા ભીલ હુમલાખોરોના હાથ -પગ જોડીને માફી માગી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેણે કંઈ કર્યું નથી. પરંતુ આરોપીઓ તેનુ માન્યા નહીં.

પોલીસ (Police)ને તપાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ વીડિયો બનાવ્યો હતો તે જ લોકોએ પીડિત સાથે મારામારી કરી હતી અને તેને લોડિંગ વાહનની પાછળ બાંધીને ઢસડ્યો હતો. આ સમગ્ર મામલે નીમચ એસપી સૂરજ વર્માએ આ કેસમાં 8 લોકો સામે હત્યા અને SC / ST એક્ટનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. મુખ્ય આરોપી મહેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે આરોપી મહેન્દ્ર ગુર્જરની પત્ની સરપંચ છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી બન્યા ડિલિવરી બોય, સાયકલ પર જર્મનીમાં ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે પીઝા

એડિશનલ એસપી નીમચ સુંદર સિંહ કનેશે કહ્યું કે, 100 નંબરને જાણ થઇ હતી કે એક ચોર પકડાયો છે, જે ઘાયલ છે. તેને હોસ્પિટલ ખાતે ખસેડવો પડશે. સિંગોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાંથી માહિતી મળી હતી કે કન્હૈયા લાલ ભીલને ટ્રકની પાછળ બાંધી અને ઢસડવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય કલમો પણ લગાવવામાં આવી છે. 8 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં ઉપયોગ કરેલા ટ્રકને જપ્ત કરવામાં આવ્યો છે. સરપંચના પતિ મહેન્દ્ર ગુર્જર પણ છે, જેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. અન્ય આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રીએ કર્યુ ટ્વિટ

આ ઘટનાનો વીડિયો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Kamal Nath) ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે…? હવે નીમચ જિલ્લાના સિંગોલીમાં કન્હૈયાલાલ ભીલ નામના આદિવાસી વ્યક્તિ સાથે બર્બરતાની અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ચોરીની શંકામાં મૃતકને ખરાબ રીતે માર માર્યા પછી, તેને વાહન સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને નિર્દયતાથી ઢસેડવામાં આવ્યો અને તેનુ મોત પણ નિપજ્યુ હતું.

સતના, ઇન્દોર, દેવાસ અને હવે નીમચમાં અમાનવીય ઘટનાઓ. રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ છે, લોકો નિર્ભયપણે કાયદો હાથમાં લઈ રહ્યા છે, કાયદાનો કોઈ ભય નથી, સરકારનું નામ ક્યાંય દેખાતું નથી. હું સરકાર પાસેથી માગ કરું છું કે આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરે. દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત થવું જોઈએ. જોકે, આ ઘટના મામલે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment