Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝપાલ-દઢવાવમાં થયેલા હત્યાકાંડના વીર સપુતોને શ્રદ્ધા સુમન

પાલ-દઢવાવમાં થયેલા હત્યાકાંડના વીર સપુતોને શ્રદ્ધા સુમન

Pal-Dadhav massacre
Share Now

વિજયનગરના પાલ-દઢવાવમાં થયેલા હત્યાકાંડમાં અનેક વીર સપૂતોએ શહીદી વહોરી લીધી હતી. ત્યાં શહીદ સ્મારક પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

aam admi party

જલિયાવાલા હત્યાકાંડથી પણ મોટા આ હત્યાકાંડના ઇતિહાસમાં એક ડોકિયું કરીએ તો, આજથી ૯૯ વર્ષ પહેલાં જ સાબરકાંઠાના વિજયનગરના અંતરિયાળના પાલ-દઢવાવમાં બીજા જલિયાવાલા જેવી હત્યાકાંડની કરૂણ ઘટના બની હતી. ઈ.સ. 1919 માં પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં ચાલી રહેલી એક સભામાં હજારો ક્રાંતિકારીઓ ઉપર અંગ્રેજોએ ગોળીબાર કરીને દર્દનાયક હત્યાકાંડ સર્જયો હતો. 

Pal-Dadhav massacre

twitter

જલીયાવાલા હત્યાકાંડ વિષે તો આપણે ઇતિહાસમાં ભણ્યા હોઈશું. પરંતુ આઝાદીની લડત દરમિયાન ગુજરાતમાં જલીયાવાલા હત્યાકાંડથી પણ મોટો હત્યાકાંડ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ગામમાં થયો હતો. જેમાં 1200 થી વધુ લોકોએ માં ભોમને કાજ શહીદી વહોરી લીધી હતી. 1922 નો એ કાળો દિવસ ઇતિહાસના પાના પર અંકિત થઇ ગયો. વર્ષ 1922માં 7મી માર્ચેના ગોઝારા દિવસે રાજસ્થાનના કોલીયારી ગામના કાર્યકર મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ એકઠા થયા હતા. આ ચળવળના મેદાનમાં જ લોહિયાળ જંગ ખેલાયો હતો. આ બેઠકના સમાચાર સાંભળી, મેવાડ ભીલ એમ્બેસીના બ્રિટીશ કેપ્ટન સાર્જન્ટ નામના અર્ધ લશ્કરી દળો ત્યાં ગોઠવાઈ ગયા હતા. બેઠકમાં અંગ્રેજો દ્વારા આદિવાસીઓ પર લાદવામાં આવતા કર અને શોષણ સામે અવાજ ઉઠાવવાની ચર્ચા થઈ હતી. બ્રિટીશ સરકારે મોતીલાલ તેજવાતને પકડવાના આદેશ આપ્યા હતા. અને એ વાતથી ગુસ્સે ભરાયેલા બ્રિટિશ અધિકારી સુરજી નિનામાના આદેશને પગલે અંગ્રેજ સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને 1200થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. 

Pal-Dadhav massacre

webduniya gujarati

આ હત્યાકાંડમાં લોકોએ પોતાનો જીવ બચાવવા પૂર્વ સરપંચ કામાજીભાઈ ડામોરના ઘરની પાસે આવેલા કૂવામાં કુદકો માર્યો હતો. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ આખો કૂવો શબ સાથે દફનાવવામાં આવ્યો હતો. હવે આ કૂવા પર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો હાજર રહયા હતા.

Pal-Dadhav massacre

જુઓ આ વિડીયો : ગુજરાતના વીર કારગિલમાં શહીદ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment