વલસાડના ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત
વલસાડ જિલ્લાના ભિલાડ પાસે આજે ગંભીર અકસ્માત સજાર્યો હતો, હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા બસ, ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, આ મૃતકો ભિલાડ નજીકના કનાડુ ગામના રહેવાસી હોવાનું પણ મનાઈ રહ્યું છે, સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતોકોના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાતા 3 મોત, 4ને ગંભીર ઈજા
અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિકને હળવો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે તહેવારો બાદ રાજ્યમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે જેમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અનેક લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : બહાદુરીનું બીજું નામ મહિલા ઇન્સ્પેકટર રાજેશ્વરી, વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ
ભિલાડ પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાઈ
ઉમરગામ તાલુકામાં પંચાયતના ભાજપના સભ્ય અને તેમની પત્ની સાથે અન્ય એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. કનાડુ ગામના લોકો અને ઉમરગામ તાલુકાના BJPના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાવ અંગે મુકેશ ઘોડીના દીકરાએ ભિલાડ પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ પર ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4