ત્રિપુરામાં કોમી હિંસા સામે મહારાષ્ટ્રમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિંસક બની ગઈ છે. મહારાષ્ટ્રમાં રેલી દરમ્યાન લોકોના એક જૂથે કેટલીક દુકાનો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્રિપુરામાં મુસ્લિમો પરની કથિત હિંસાની નિંદા કરવા મહારાષ્ટ્રમાં કાઢવામાં આવેલી ત્રણ વિરોધ રેલીઓ અમરાવતી શહેર, નાંદેડ શહેર અને નાસિક ગ્રામીણમાં માલેગાંવમાં હિંસક બની હતી, જ્યાં વિરોધીઓએ પોલીસ પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો અને ઘણી દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
10 પોલીસકર્મીઓ ઘાયલ
માલેગાંવમાં 10 પોલીસકર્મીઓ સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે બે પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે. નાંદેડમાં આઠ પોલીસકર્મીઓ – એક એએસપી, એક ઇન્સ્પેક્ટર અને છ કોન્સ્ટેબલ – ઘાયલ થયા છે. પથ્થરમારામાં ઓછામાં ઓછા ત્રણ વાહનોને નુકસાન થયું હતું, જ્યારે એક ટુ-વ્હીલરને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:રાજસ્થાનમાં થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ, પાયલોટે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
હજારો લોકો ઉમટી પડ્યા
અબ્દુલ હમીદ ચોક પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત દિવસોમાં ત્રિપુરામાં હિંસા વિરુદ્ધ માલેગાંવમાં પ્રદર્શન થયું હતું, જે દરમિયાન લોકો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં બંધ સમર્થકો સ્થાનિક પ્રશાસનને મેમોરેન્ડમ સોંપીને પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ ટેક્સટાઈલ નગરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચ્યા તો તેમણે જોયું કે કેટલીક દુકાનો ખુલ્લી હતી ત્યારે ટોળાંએ તે દુકાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અમરાવતી શહેરના કોતવાલી અને ગાડગે નગર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ચાર સ્થળોએ બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે હિંસા થઈ હતી.
TMC સાંસદ સુષ્મિતા દેવે બિપ્લબ દેબની સરકાર પર નિશાન સાધ્યું
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ, જેમણે આક્ષેપ કર્યો હતો કે ગયા મહિને તેમની કાર પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેમણે ત્રિપુરા પોલીસ પર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે આ ઘટનાના વિડિયો ફૂટેજથી શકમંદોને ઓળખવામાં વધુ મદદ મળી નથી. તેમણે સીએમ બિપ્લબ દેબ પર પણ કટાક્ષ કર્યો અને તેમને પોલીસ માટે વધુ સારી ટ્વિટ તૈયાર કરવા કહ્યું.
ત્રિપુરા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફરિયાદી (સુષ્મિતા દેવ) વતી કથિત ઘટનાનું એક નાનું વિડિયો ફૂટેજ અને ચાર શકમંદોના નામ તેમની સંપૂર્ણ વિગતો વિના પ્રદાન કરવામાં આવ્યા હતા. વિડિયો ફૂટેજમાં શંકાસ્પદોની મોટાભાગની વિગતો બહાર આવી નથી. ‘
જવાબમાં ટીએમસી સાંસદ સુષ્મિતા દેવે કહ્યું, “આગામી હુમલામાં હું લાંબો વીડિયો લેવાનો પ્રયત્ન કરીશ અને મારા પર હુમમલો કરનારને તેમના સરનામા, ફોન નંબરો પૂછીશ, કારણ કે તેઓએ અમને માર માર્યો હતો અને અમારી કારની તોડફોડ કરી હતી. મમૂન ખાન અને સૂર્યા સરકારની જીવલેણ ઇજાઓ ત્રિપુરા પોલીસ માટે ગંભીર ગુનો નથી.”
ત્રિપુરા સરકારે 29 ઓક્ટોબરે આરોપ લગાવ્યો હતો કે નિહિત હિત ધરાવતા એક જૂથે 26 ઓક્ટોબરની ઘટના પછી સોશિયલ મીડિયા પર સળગતી મસ્જિદની નકલી તસવીરો અપલોડ કરીને ત્રિપુરામાં અશાંતિ ફેલાવવા અને તેની છબીને ખરાબ કરવા માટે વહીવટીતંત્ર વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. નોંધપાત્ર રીતે, આ વર્ષે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાના તાજેતરના અહેવાલો બાદ, ત્રિપુરામાં આગચંપી, લૂંટફાટ અને હિંસાની ઘટનાઓ બની છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4