Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સપાયલોટની જેમ ટ્રક ડ્રાઈવરોના પણ કામના કલાકો નક્કી થવા જોઇએ : મંત્રી

પાયલોટની જેમ ટ્રક ડ્રાઈવરોના પણ કામના કલાકો નક્કી થવા જોઇએ : મંત્રી

Truck Driver Working Hours Should Be Fixed Similar to Plane Pilots
Share Now

નવી દિલ્હી : આપણે સૌ જ્યારે જ્યારે હાઈવે પર નીકળીએ છીએ ત્યારે આપણને સૌને કોઈપણ પ્રકરે ટ્રકના ડ્રાઈવરની સ્થિતિ પર દયા આવતી જ હોય છે. કલાકો સુધી હજારો કિલોમીટર સુધી ગાડીઓ ચલાવવી, ઉંઘ-થાક વગર સતત બે-ત્રણ દિવસ સુધી ગાડીઓ ચલાવવી કોઈ આસાન કામ નથી. ટ્રક ડ્રાઈવરોની આ મુશ્કેલીઓ(Truck Driver Working Hours)ને ધ્યાને રાખીને એક કેન્દ્રિય મંત્રીએ સૂચક નિવેદન આપ્યું છે.

 

Truck Driver Working Hours nitin gadkari

Truck Driver Working Hours

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે ડ્રાઇવિંગનો સમય(Truck Driver Working Hours) નક્કી કરવાની હિમાયત કરી છે. આ ઉપરાંત, તેમણે કોમર્શિયલ વાહનોમાં ડ્રાઈવરની ઉંઘ આવતી શોધવા માટેના સેન્સર લગાવવા પર પણ ભાર મૂક્યો હતો.

મંગળવારે શ્રેણીબદ્ધ ટ્વિટમાં ગડકરીએ કહ્યું કે વિમાનન પાયલોટની જેમ ટ્રક ડ્રાઇવરોના પણ ડ્રાઇવિંગના કલાકો(Truck Driver Working Hours) નક્કી થવા જોઇએ. આ થાકને કારણે થતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાના સોલ્યુશન શોધવા જણાવ્યું છે.

તેમણે ટ્વિટમાં કહ્યું કે “મેં અધિકારીઓને યુરોપિયન ધોરણો અનુસાર કોમર્શિયલ વાહનોમાં ઓન બોર્ડ સ્લીપ ડિટેકશન સેન્સર્સ પણ રાખવાની ભલામણ કરી છે. આ અંગે નીતિ પર કામ કરવાનું કહ્યું છે.”

આ પણ વાંચો  : છૂટાછેડાનો દોર : વધુ એક અરબપતિ દંપતી થશે અલગ, પોલસનના Divorce હશે સૌથી મોંઘા

તેમણે કહ્યું કે તેઓ જિલ્લા માર્ગ સમિતિઓની નિયમિત બેઠકો બોલાવવા મુખ્યમંત્રીઓ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખશે. આ પહેલા મંગળવારે ગડકરીએ નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ (NRSC)મા નોમિનેટ થયેલા નવા સભ્યો સાથે બેઠકમાં હાજરી આપી હતી. મંત્રીએ કહ્યું કે તેમણે દર બે મહિને કાઉન્સિલની બેઠકનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

Truck Driver Working Hours and on-board sleep detection sensors in commercial vehicles should be focused to minimize road accidents, says nitin gadkari

આ બેઠક દરમિયાન માર્ગ સલામતી સુધારવા માટે વિવિધ સભ્યોએ અનેક સૂચનો કર્યા હતાં. લોકોના જીવ બચી શકે તે માટે ગડકરીએ આ સભ્યોને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની સલાહ આપી હતી.આ બેઠકમાં કેન્દ્રના રાજ્ય કક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે પ્રધાન જનરલ વી કે સિંહ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો  :  Amazon એ ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી? કંપનીના કર્મચારીઓએ જ લગાવ્યો આરોપ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment