Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝડિપ્રેશન દૂર કરવાનો અકસીર ઈલાજ તુલસી !!!

ડિપ્રેશન દૂર કરવાનો અકસીર ઈલાજ તુલસી !!!

HOLY BASIL
Share Now

તુલસીનો છોડ પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે અને એટલે જ દરેકના ઘરમાં તુલસી ક્યારો હોઈ છે અને તુલસીની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ છે તુલસીના ફાયદાઓ :

1. ડિપ્રેશનને કરશે દૂર

BASIL LEAVES HELPS IN DEPRESSION

THE WEEK

જો તમે કોઈ પણ જાતના ડિપ્રેશનનો શિકાર બની રહ્યા હોઈ તો ડિપ્રેસન દૂર કરવા ઉપયોગી છે તુલસી. ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.

2.મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની નહિ રહે

મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

3. ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક

અત્યારે જંકફૂડ અને ભેળસેળ વાળા ખોરાકને કારણે લોકોને સ્કિનની સમસ્યા વધતી રહે છે અને મોઢા પર પિમ્પલ નીકળે છે તો ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

આ પણ વાંચો : દરરોજ કેટલું ચીઝ ખાવાથી નહિ આવે હાર્ટ સ્ટ્રોક ?

4. શ્વાસની દુર્ગંધને કરશે દૂર

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.

5. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય

જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.

6.શરદી, ઉધરસમાં તુલસી ઉપયોગી

BASIL TREE

AMARUJALA

જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો.

૭. સવારે ખાઓ માત્ર 5 તુલસીના અને રહો સ્વસ્થ

સવારે પણ તુલસીના ખાવાથી સારી તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.એટલે દરરોજ સવારે જાગીને જો સ્વસ્થ રહેવું હોઈ તો ખાઓ તુલસી.

૮. હૃદય રોગ અને ડાયાબિટીસ માટે ઉપયોગી તુલસી

તુલસીના પાંદડાની અંદર યુજેનોલ, કેરીઓફીલીન, મેથીલ યુજેનોલ હોઈ છે જે શરીરીની અંદરની કોશિકાઓને સુધારવામાં મદદ કરે છે અને ઈન્સુલિન બને તો સુગર ને પણ ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ તમારા હૃદયને મજબૂત રાખવા તુલસીનું સેવન કરવું જોઈએ. તુલસીએ શરીરીમાં હાય બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે એટલે તુલસીનું સેવન હૃદયની બીમારીથી પીડિત લોકોએ કરવું જ જોઈએ.

આ તો વાત થઇ તુલસીના ફાયદા વિષે, પરંતુ સ્વાસ્થ્ય માટે તુલસી ખાવા જ જોઈએ જેથી રોગો સામે રક્ષણ મળે. સાથે જ તુલસી ૨ પ્રકારના હોઈ છે એક શ્યામ તુલસી અને એક રામ તુલસી. તુલસીનું સેવન દરરોજ સવારે જાગીને કરવાથી રોગોને ભગાડી સકાય અને આયુર્વેદ પણ કહે છે કે જો તંદુરસ્ત રહેવું હોઈ તો ખાઓ તુલસી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment