Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝપાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા 20 માછીમારો, મોદી સરકારનો માન્યો આભાર

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા 20 માછીમારો, મોદી સરકારનો માન્યો આભાર

FISHERMAN
Share Now

પાકિસ્તાન સરકારે 20 ભારતીય માછીમારોને છોડી દીધા છે. આ માછીમારો આજે અટારી-વાઘા સરહદના રસ્તે ભારતમાં દાખલ થયા છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી કરાચીની લાંધી જેલમાં બંધ હતા. આ દરમિયાન અમારા પરિવારને આર્થિક મદદ આપવા માટે મોદી સરકારના આભારી છીએ.

પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા

સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે. તેમાંથી ઘણા ચાર વર્ષ પહેલા પાકિસ્તાની જળ સીમાને પાર કર્યા બાદ કેદ કરી લેવામાં આવ્યા હતા તો કેટલાકને પાંચ વર્ષ બાદ છોડવામાં આવ્યા છે.

ભારતીય માછીમારોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી

છુટેલા આ ભારતીય માછીમારોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી હતી. તે રાહત અનુભવી રહ્યાં હતા. એક ભારતીય માછીમારે કહ્યું કે, તે પોતાના વતન પહોંચીને ખુબ ખુશ છે.

માછીમારોએ 4 વર્ષ જેલમાં વિતાવ્યા હતા

લાંધી જેલના અધિક્ષક ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓએ માછીમારોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કર્યા બાદ સદ્ભાવનાના સંકેત તરીકે માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે આ માછીમારોએ 4 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને પાકિસ્તાન સરકાર તરફથી સદ્ભાવનાના સંકેત તરીકે રવિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. બિન-લાભકારી સામાજિક કલ્યાણ સંસ્થા એધી ટ્રસ્ટ ફાઉન્ડેશને માછીમારોને લાહોરની વાઘા બોર્ડર પર લઈ જવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી

અમારા પરિવારોને દર મહિને 9 હજાર રૂપિયા આપવા માટે મોદી સરકારનો આભાર માન્યો

કરાચીથી છુટ્યા બાદ અટારી બોર્ડરથી ભારત પહોંચેલા એક માછીમારે કહ્યું- અમે છેલ્લા 4 વર્ષથી લાંધી જેલમાં બંધ હતા. અમારા જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9 હજાર રૂપિયા આપવા માટે મોદી સરકારનો આભાર માનીએ છીએ.

અત્યારે કેટલા ભારતીયો જેલમાં છે?

FISHERMAN OF INDIA અધિકારી ઇર્શાદ શાહે કહ્યું કે 588 ભારતીય નાગરિકો હજુ પણ લાંધી જેલમાં બંધ છે, જેમાંથી મોટાભાગના માછીમારો છે. તેમણે કહ્યું કે સિંધના ગૃહ વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ અમે તેમને મુક્ત કરીએ છીએ. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી ફોર્સ (PMSF) દ્વારા માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ડોક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અગાઉ પણ છોડવામાં આવ્યાં હતા

પાકિસ્તાન સરકારે ગયા વર્ષની શરૂઆતમાં 20 ભારતીય માછીમારોને અને એપ્રિલ 2019માં 100 ભારતીય માછીમારોની બીજી બેચને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના માછીમારો સામાન્ય રીતે એકબીજાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ થયા બાદ જેલમાં જાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment