Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝબ્લોક થતું કાયદા મંત્રીનું એકાઉન્ટ

બ્લોક થતું કાયદા મંત્રીનું એકાઉન્ટ

ravishankar prasad twitter account blocked
Share Now

મોદી સરકારના કાયદા મંત્રીનું ટ્વિટર એકાઉન્ટ લૉક થયું હતું, જે એક કલાક બાદ શરૂ થયું હતું. પ્રાથમિક રિપોર્ટ મુજબ કોપી રાઇટ એક્ટને લઈ આ અકાઉન્ટ લોક થયું હતું.ટ્વિટરે માહિતી અને પ્રસારણ (IT), કાયદા બાબતોના પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ આજે સવારે એક કલાક માટે બ્લોક કરી દીધુ હતું. આ પાછળ ટ્વિટરે કારણ આપ્યું છે કે પ્રસાદે અમેરિકાના ડિજીટલ મિલેનિયમ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જોકે બાદમાં ટ્વિટરે ચેતવણી આપતા રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ ફરી ખોલી નાખ્યું હતું.

ટ્વિટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું

બીજી બાજુ રવિશંકર પ્રસાદે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કર્યું કે, ‘મિત્રો! આજે ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની. ટ્વિટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું’ પ્રસાદે પહેલા દેશી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ મારફતે તથા ત્યારબાદ ટ્વિટર મારફતે આ અંગે માહિતી આપી છે.

સોશિય મીડિયા કંપનીની આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT કાયદા અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે ગયા સપ્તાહે IT મંત્રાલયને લગતી સંસદીય સમિતિ સમક્ષ ટ્વિટરના પ્રતિનિધિઓ હાજર થયા હતા. કંપનીના અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ દેશના કાયદાનું પાલન કરી રહ્યા છે?

ભારતનો કાયદો સૌથી મોટો છે, તમારી પોલિસી નહીં

આ અંગે ટ્વિટરના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અમે અમારી પોલિસીનું પાલન કરી છીએ, જે ભારતના કાયદા પ્રમાણે છે. આ દલીલ અંગે સમિતિએ વાંધો ઉઠાવ્યો હતો અને કંપનીને કડક શબ્દોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે અહીં ભારતનો કાયદો સૌથી મોટો છે, તમારી પોલિસી નહીં.

આ પણ જુઓ : જુઠ્ઠા કેજરીવાલ?? ….ઓક્સિજન મામલે પણ ગરમાયુ રાજકારણ !!!!

રવિશંકર પ્રસાદે શું કહ્યું

ટ્વિટરની કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેકનોલોજી (ઈન્ટરમીડિએટરી ગાઈડલાઈન એન્ડ ડિજીટલ મીડિયા એથિક્સ કોડ) નિયમ 2021ના પેટાનિયમ 4(8)નું ઉલ્લંઘન છે. તેણે મને મારા એકાઉન્ટમાં એક્સેસ કરતાં અટકાવતા અગાઉ કોઈ જ માહિતી આપી ન હતી.
આ ઉપરાંત આ બાબત સ્પષ્ટ છે કે ટ્વિટર ઈન્ટરમીડિયરી ગાઈલાઈનનું પાલન કરવાનો ઈન્કાર શા માટે કરી રહ્યું છે, કારણ કે જો ટ્વિટર આ નિયમનું પાલન કરે છે તો તે કોઈના પણ એકાઉન્ટ સુધી એક્સેસ કરવા અંગે મનમાની રીતે ઈન્કાર કરી શકશે નહીં અને તે તેમના એજન્ડા પ્રમાણે નથી.
આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષમાં કોઈ પણ ટીવી ચેન અથવા કોઈ એન્કરે સોશીયર મીડિયા પર શેર કરેલા માટે ઈન્ટરવ્યુની ક્લિપ અંગે કોપીરાઈટ ઉલ્લંઘન અંગે કોઈ જ ફરિયાદ કરી નથી.
ટ્વિટરના આ પગલાથી સ્પષ્ટ સંકેત મળે છે કે તે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાની પક્ષધર નથી, જેનો તે દાવો કરે છે. તે ફક્ત પોતાના એજન્ડાને ચલાવવામાં રસ ધરાવે છે.આ ધમકી સાથે જો તમે તેના દ્વારા ખેંચવામાં આવેલી મર્યાદાનું પાલન કરતા નથી તો તે તમને તેના પ્લેટફોર્મ પરથી મનમાની રીતે દૂર કરી દેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment