Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝરાહુલ ગાંધીની પોસ્ટ સામે ટ્વિટરની કડક કાર્યવાહી, રેપ પીડિતાના પરિવારનો ફોટો શેરની ટ્વિટને હટાવી

રાહુલ ગાંધીની પોસ્ટ સામે ટ્વિટરની કડક કાર્યવાહી, રેપ પીડિતાના પરિવારનો ફોટો શેરની ટ્વિટને હટાવી

RAHUL GANDHI
Share Now

પહેલા દિલ્હી રેપ પીડિતાને લઇ રાજનીતિ અને હવે ટ્વિટરની કડક કાર્યવાહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જે ટ્વીટને લઈને હંગામો શરૂ થયો હતો, હવે તે ટ્વીટ પર ટ્વિટરે કાર્યવાહી કરી છે. હકીકતમાં દિલ્હીમાં સગીર સાથે કથિત દુષ્કર્મની ઘટના બાદ હાલમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. આ તસવીરમાં કોંગ્રેસ નેતાની સાથે પીડિતાના માતા-પિતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લાગ્યો કે તેણે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી છે. આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે.

NCPCRએ કરી હતી ફરિયાદ

રેપ પીડિતાના પરિવારની ઓળખ છતી કરવાને લઈને આખા દેશમાં રાહુલ ગાંધીની આલોચના થઈ રહી હતી. આ સંબંધમાં રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ટ્વિટરને ફરિયાદ કરવામાં આવી અને સાથે કોંગ્રેસ નેતાની વિરોધમાં કાર્યવાહીની માંગણી પણ કરાઈ. તેના ભાગરૂપે રાહુલ ગાંધીની ટ્વિટને હટાવવામાં આવી છે. ત્યારબાદ હવે ટ્વિટરે રાહુલ ગાંધીના આ વિવાદિત ટ્વીટને હટાવી દીધું છે જેમાં પીડિતાના માતા-પિતાનો ચહેરો જોવા મળી રહ્યો હતો. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાના સંબંધિત જે પત્ર ટ્વિટરને લખ્યો હતો તેમાં કહ્યું હતું કે કોઈપણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે. આ પહેલા પોતાના તે ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યુ હતુ કે, માતા-પિતાના આંસુ માત્ર એક વાત કહી રહ્યા છે કે તેમની પુત્રી દેશની પુત્રી ન્યાયની હકદાર છે અને ન્યાય માટે આ રસ્તા પર હું તેમની સાથે છું.

આ પણ વાંચો :રવિન્દ્ર જાડેજા થયો આ દિગ્ગજોની યાદીમાં સામેલ

શું હતી સમગ્ર ઘટના ?

ઉલ્લેખનીય છે કે દિલ્હીના કેન્ટમાં 9 વર્ષની બાળકી પર સંદિગ્ધ પરિસ્થિતિમાં રેપ બાદ મોત થયું. માતા પિતાએ આરોપ લગાવ્યો કે બાળકીનું યૌન શોષણ કરાયું છે. શ્મશાન ઘાટના પૂજારીએ તેમની સહમતિ વિના જ બાળકીના અંતિમ સંસ્કાર કર્યા છે. આ મામલામાં પીડિત પરિવારનો આરોપ છે કે માસૂમ બાળકીની સાથે કથિત રેપ બાદ હત્યા કરી પરિવારજનોને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. પોલીસે માતાના નિવેદનના આધાર પર પોસ્કો એક્ટ, એસસી-એસટી એક્ટ અને અન્ય પ્રાસંગિક કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે સ્મશાન ઘાટના પુજારાની પણ ધરપકડ કરી છે. પોલીસે પૂજારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. રાહુલ ગાંધીએ 4 ઓગસ્ટે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીના એક વિસ્તારમાં સગીર યુવતીની સાથે કથિત રેપ બાદ હત્યાની ઘટના સામે આવ્યા બાદ 4 ઓગસ્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. પીડિત પરિવાર આ ઘટનાને લઈને પ્રદર્શન કરી રહ્યો હતો અને ત્યાં ખુબ ભીડ હોવાને કારણે રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે પોતાની ગાડીમાં મુલાકાત કરી હતી. આ ઘટનાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક ઘટના ગણાવી હતી. અરવિંદ કેજરીવાલે પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. દિલ્હી સરકારે પીડિત પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.

રાહુલ ગાંધીની આ મુલાકાત પર બીજેપી સંબિત પાત્રાએ પણ સવાલ ઉઠાવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલાએ પણ. તો ત્યારબાદ ટ્વિટરે કાર્યવાહી કરી પરંતુ જે દિલ્હીમાં રેપ પીડિતા ૯ વર્ષની માસુમને ન્યાય મળશે ખરા ? કેટલી યોગ્ય છે રાજનીતિ કરવી આવા મુદ્દાઓ પર ? કયારે દેશની દીકરી સુરક્ષિત બનશે ? એ પ્રશ્ન લોકોમાં સતાવી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment