Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝનાનો બાળક ઉકળતા પાણીમાં બેસી ગયો! સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

નાનો બાળક ઉકળતા પાણીમાં બેસી ગયો! સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

twitter viral video
Share Now

સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. પણ ઘણી વાર તો એવા એવા વિડીયો જોવા મળે છે, જેને જોઇને આંખો પહોળી થઇ જાય. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ (twitter viral video) થયો છે. જેમાં એક નાનકડો બાળક ઉકળતા પાણીના વાસણમાં બેસી જાય છે. અને તેની આસપાસના લોકો પણ આ દ્રશ્ય જોઇને ચકાચોન થઇ ગયા છે.

નાનો બાળક ઉકળતા પાણીની કલાડીમાં બેઠો…

ટ્વીટર પર હાલ એક વિડીયો જોઇને સૌ કઈ ચોંકી રહ્યા છે. અને આ વિડીયો પણ એટલો જ ચોકાવનારો છે. વિડીયોમાં એક નાનો બાળક એક ઉકળતા પાણીની કલાડીમાં બેઠો છે. આ કલાડીમાં પાણી તો ઉકળતું છે જ સાથે તેની નીચેની ચુલાની ભઠ્ઠી પણ ચાલુ છે. જેનાથી તે પાણી વધારેને વધારે ગરમ થઇ રહ્યું છે. અંદર બેઠેલો બાળક કોઈ સમાધિની મુદ્રામાં બેઠો હોય તેમ બે હાથ જોડીને બેઠો છે. ત્યારે આ વિડીયો અંગે હાલ એક મોટો વિવાદ પણ છેડાઈ રહ્યો છે કે આટલા નાના બાળકને આવી રીતે ઉકળતા પાણીમાં કેવી રીતે બેસાડી શકાય?

આ વિડીયો ક્યાંનો છે? અને કયા સમયનો છે? એ કોઈને નથી ખબર. પણ વિડીયોને બ્લોગિંગ સાઈટ ટ્વિટ પર @iSandeepBisht નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેમણે વિડીયોના નીચે કેપ્શનમાં લખ્યું છે કે, “આ ૨૦૨૧ નું ભારત છે.” આ પોસ્ટ 2800થી વધારે રિટ્વીટ થયું છે. અને નવ હજારથી વધારે લોકોએ પસંદ કર્યો છે. જયારે ૨ લાખથી વધારે લોકોએ જોયો છે.

જુઓ આ વિડીયો: UAPA कानून क्या है, जानें इसके बारे में सबकुछ…

બોલીવુડના પ્રખ્યાત લેખક વરુણ ગ્રોવરે વિડીયો શેર કર્યો 

વાયરલ વિડીયોમાં (twitter viral video) સૌથી નવાઈની વાત તો એ છે કે આ બાળકની આસપાસ ઘણા બધા લોકો છે તેમ છતાં કોઈ તેને બહાર કાઢવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા. અને આ બાળક પણ અંદર બેઠો કોઈ જાપ કરી રહ્યો હોય એવું ભાસે છે. બાળકને પણ આ ઉકળતા પાણીથી જાણે કોઈ ફર્ક જ ના પડતો હોય એ પ્રકારે વર્તી રહ્યો છે. આસપાસના લોકો તેની ધીરતા જોઇને નવાઈ પામી રહ્યા છે. અને આ આખી ઘટનાનો વિડીયો બનાવી રહ્યા છે.

આ વાયરલ વિડીયો પણ અનેક લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે બોલીવુડના પ્રખ્યાત લેખક વરુણ ગ્રોવરે પણ આ બાળકનો વીડિયો ટ્વિટ કર્યો હતો અને લખ્યું હતું કે, “અહી સુધી કે ધર્મ પણ લોકોને ધર્મમાં વિશ્વાસ અપાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.” ત્યારે આ ટ્વીટ પર પણ ઘણા બધા લોકોએ પોતાના પ્રતિભાવો લખ્યા હતા.

આ પણ વાંચો: “પઢેંગા ઇન્ડિયા તભી તો બઢેંગા ઇન્ડિયા”: સાક્ષરતા દરમાં ભારત પાડોશી દેશોથી કેમ છે પાછળ?

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment