Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝઆખરે ચડ્ડી બનિયાનધારી ગેંગ આવી પોલીસના સકંજામાં!

આખરે ચડ્ડી બનિયાનધારી ગેંગ આવી પોલીસના સકંજામાં!

two accused were arrested from Devgadhbaria
Share Now

દાહોદમાં દિવસેને દિવસે લુંટની ઘટનાઓ ખુબ વધી રહી છે. ત્યારે થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના દેવ ગઢબારિયામાં (Devgadhbaria) બની હતી. પીપલોદમાં ત્રીસ લાખ કરતા વધારે રોકડ રૂપિયા તેમજ દાગીનાની લુંટ થઇ હતી. ત્યારે અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરુ હતી. ત્યારે હવે આ આખી ઘટનાના લુંટારાઓ પોલીસે ઝડપી પડ્યા છે. પ્રખ્યાત ચડી બનીયાનધારી ચોરોની ટોળકીમાંથી બે ચોરોને પકડી પાડવામાં આવ્યા છે.

  • થોડા દિવસો પહેલા દેવગઢબારિયામાં થઇ હતી 31.62 લાખની લુંટ 
  • દેવગઢબારિયા APMCના ચેરમેનના ઘરે થઇ હતી લુંટ 
  • રાત્રિ ના સમયે 9 જેટલા ચડી બનીયાનધારી લુટારા ત્રાટક્યા હતા  
  • પિપલોદ ખાતે થયેલ 31.62 લાખની લૂટનો ભેદ ઉકેલ્યો  
  • 4 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
  • બાકીના સાત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન

લુંટનો ભેદ ઉકેલાયો!

ગત 29 સપ્ટેમ્બરના રોજ દેવગઢબારિયાના (Devgadhbaria) પિપલોદ ખાતે ભાજપના અગ્રણી તેમજ દેવગઢબારિયા APMCના ચેરમેનના ઘરે રાત્રિ ના સમયે 9 જેટલા ચડી બનીયાનધારી લુટારા ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 31.62 લાખની લૂંટ ચલાવી લુટારા ફરાર થઈ ગ્યાં હતા.

બનાવને પગલે રેન્જ આઈ જી. દાહોદ એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી નિરીક્ષ્ણ કરી, ત્યારબાદ દાહોદ એલ.સી.બી, એસ.ઓ,જી સહિતની ટીમો તપાસમાં લાગી ગઈ હતી. જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ અને બાતમીના આધારે અગાઉ લૂંટ ધાડ જેવા ગુનાઓમાં સંડોવાયેલ કાંટુ તેમજ ખજૂરીયા ગેંગના સાગરીતોએ લૂંટને અંજામ આપ્યો હોવાની વાતને લઈને પોલીસે આ ગેંગના સાગરીતો ઉપર તેમની દરેક હિલચાલ ઉપર વોચ રાખી.

જુઓ આ વિડીયો: આખરે આ બાળકનો શું વાંક?

આમલી ખજૂરીયાના જવસીંગ પલાસ અને ઝાબુઆ ગામના દિલિપ બારિયા એમ બે આરોપીની ધરપકડ કરી તેમજ તેમની પાસેથી ચાર લાખ ચાર હજારની રોકડ ઝડપી હતી. આ લૂટમાં સંડોવાયેલા બાકીના સાત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ સિવાય આ ગેંગને મદદગારી કરનાર ઇસમોની પણ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: ગાંધીનગરમાં 1050 ની લૂંટ માટે ખૂન, જીવન આટલું સસ્તું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment