Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝસુરતના પરિવારે ભાઈબીજના દિવસે જ બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબી જવાથી મોત

સુરતના પરિવારે ભાઈબીજના દિવસે જ બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબી જવાથી મોત

Surat
Share Now

ગઇકાલે શનિવારે ભાઈબીજના દિવસે જ સુરત (Surat)જિલ્લાના બારડોલીના વાઘેચામાં નદી (River)માં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ભાઈબીજના દિવસે જ બનેલી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.

Surat જિલ્લાના બારડોલીના બંને પિતરાઈ ભાઈઓ નદીમાં ન્હાવા ગયા હતા

ગઇકાલે શનિવારે ભાઈબીજના દિવસે બપોરે બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સુરત (Surat)ના ગોડાદરા વિસ્તારમાં રહેતા પરિવારના 6 પિતરાઈ ભાઈઓ વાઘેચા ગામે તાપી નદીના કિનારે નાહવા આવ્યા હતા. તેઓ મંદિરે દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં દર્શન કરતા પહેલા તેઓ નાહવા નદીમાં પડ્યા હતા. જેમાં વિકાસ અને સુનિલનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં આગ,10 કોરોના દર્દીઓનાં મોત

બારડોલી (Bardoli)તાલુકાના વાઘેચા ગામે તાપી નદીના કિનારે ઐતિહાસિક મંદિર (Temple)આવેલું છે. જણાવી દઇએ કે, આ મંદિરે મોટી સંખ્યામાં સુરત શહેર સહિત આસપાસના વિસ્તારમાંથી ભક્તો (Devotees)દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ ભગવાનના દર્શન કરતા પહેલા લોકો તાપી નદીમાં નાહવા જાય છે ત્યારે જ આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અનેક લોકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા છે. મંદિર સંચાલકો દ્વારા સાઈન બોર્ડ મારવા છતાં લોકો ચેતવણીની અવગણના કરી નાહવા પડે છે અને તાપી નદીના પાણીમાં ડૂબી જાય છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. ત્યારે આજે ફરી બે યુવાનોના ડૂબી જવાની ઘટના બની છે. ત્યારે આ ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. લોકો ચેતવણી હોવા છતા તેની અવગણના કરે છે. તે એક મોટો સવાલ છે.

રેલવે ફાટક તોડી નખાઈ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment