આવનાર ઓગસ્ટ મહિનામાં જાપાનના ટોક્યો શહેરમાં પેરાલિમ્પિક્સ(Paralympic) ગેમ્સ યોજવાની છે. ત્યારે આ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓ ક્વોલિફાય થઇ છે. ગુજરાતની ભાવિના પટેલ અને સોનલ પટેલ એ બંને દીકરીઓ પેરાઓલમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થઇ છે. જાપાનના ટોક્યો શહેરમાં થનાર પેરાઓલમ્પિક ગેમ્સમાં ટેનિસની સ્પર્ધામાં ગુજરાતની બંને દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બંને દીકરીઓ અમદાવાદ ખાતે રહે છે. આમ ઓગસ્ટમાં યોજાનાર પેરાઓલમ્પિકમાં આ બંને દીકરીઓ અમદાવાદ અને ગુજરાત રાજ્યનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરશે. આમ અમદાવાદ અને ગુજરાત માટે આ ઓગસ્ટ મહિનો ખાસ બની રહેવાનો છે.
ભારત દેશને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે 28 એવોર્ડ અપાવ્યા છે.
જાપાનના ટોક્યો શહેરમાં યોજાનાર પેરાલિમ્પિક્સ(Paralympic) ગેમ્સમાં ગુજરાતની સોનલ પટેલ અને ભાવિના પટેલ એમ બે દીકરીઓ ક્વોલિફાય થઇ છે. ગુજરાતની આ બન્ને દીકરીઓની જોડી પેરા ટેબલ ટેનિસમાં વિશ્વસ્તરે 8મા ક્રમાંકે છે. અત્યાર સુધી આ બંને દીકરોની જોડીએ ભારત દેશને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે 28 એવોર્ડ અપાવ્યા છે. સોનલ પટેલ ટેબલ ટેનિસમાં સમગ્ર વિશ્વમાં 19માં ક્રમાંકે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ 25 એવોર્ડ જીતી ચુક્યા છે. ગુજરાતની આ બન્ને દીકરીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરાઓલમ્પિક માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. ત્યારે આજે આ બન્ને દીકરીઓનું સપનું સાકાર થયું છે. જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. આખા ભારતમાંથી 1973 પછી પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) માં ભાગ લેવા માટે ક્વોલિફાય થનારા આ બે ટેનિસ પ્લેયર્સ બન્યા છે અને ઇતિહાસ સર્જ્યો છે.
PC- FACEBOOK
બન્ને દીકરીઓ 90 ટકા દિવ્યાંગ છે.
ટોક્યોમાં યોજાનારી પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓ ક્વોલિફાય થઇ છે. સોનલ પટેલ અને ભાવિના પટેલ આ બંને દીકરીઓ પેરાલિમ્પિક્સમાં ટેનિસની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બન્ને દીકરીઓ 90 ટકા દિવ્યાંગ છે. છતાં આ બંન્ને દીકરીઓ વ્હિલચેર પર બેસીને ટેનિસની રમતમાં પોતાની પ્રતિભા રજૂ કરી રહ્યા છે. અને હવે બન્નેની જોડી પેરાલિમ્પિક્સમાં સમગ્ર ભારતનું નામ રોશન કરશે.
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશ ધર્માંતરણ કેસનું ગુજરાત કનેક્શન
ઉલ્લેખનીય છે કે, 2021માં ઓગસ્ટ મહિનામાં જાપાનના ટોક્યો શહેરમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) યોજાવાની છે. જેમાં આખા વિશ્વમાંથી જુદું જુદી ગેમ્સના પ્લેયર્સ આવશે.અને દરેક પ્લેયર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં અમદાવવાદની આ બે દિવ્યાંગ દીકરીઓ ભારતમાંથી ટેનિસની સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સોનલ પટેલ અને ભાવિના પટેલ આ બન્ને દીકરીઓની જોડી પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.અને ગુજરાત તેમજ આખા ભારતનું નામ વિશ્વમાં રોશન કરશે.
મુખ્યમંત્રી સહીત વિપણ નેતાઓએ આપી શુભેચ્છા
પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થનારી ગુજરાતની સોનલ પટેલ અને ભાવિના પટેલ આ બંને દીકરીઓને રાજ્યના મુખ્યમંત્રી વિજય ઋણી તેમજ વિપક્ષના ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંન્ને દીકરીઓ સાથે મંગફ્લાવરના રોજ શુભેચ્છા મુલાકાત કરી હતી. અને બન્ને દીકરીઓને ગુજરાત અને દેશનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ વિપણ નેતાઓએ પણ આ બન્ને દીકરીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી,અર્જુન મોઢવાડીયા અને નૌશાદ સોલંકીએ આ બંને દીકરીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી. અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4