Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઓલમ્પિકમાં પોતાની જીત વહેચી, ગોલ્ડ મેડલની સાથે લાખો લોકોનું દિલ પણ જીત્યું!

ઓલમ્પિકમાં પોતાની જીત વહેચી, ગોલ્ડ મેડલની સાથે લાખો લોકોનું દિલ પણ જીત્યું!

Share Now

જ્યાં હરીફાઈ હોય ત્યાં બસ એક જ વાત આવે જીત, હરીફાઈમાં બસ જીતવું એ જ સફળતા હોય છે. પણ કોઈ રમત જીતવી સહેલી છે, પણ લાખો લોકોનું દિલ જીતવું એ ખરેખર અઘરું છે. ત્યારે ઓલમ્પિકમાં એક ખેલાડીએ ગોલ્ડ મેડલ તો જીત્યો જ છે, પણ એની સાથે સાથે વિશ્વના રમત પ્રેમિયોનું દિલ પણ જીતી લીધું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ઊંચી કૂદમાં એથ્લીટ બારશિમે કઈ રીતે પોતાના હરીફને સાથે જીત શેર (two gold medals) કરીને લોકોનું દિલ જીતી લીધું ચાલો જોઈએ.

બંને ખેલાડીઓ પ્રથમ નંબર (two gold medals) પર રહ્યા!

Tokyo Olympic 2021

IMAGE CREDITS- GOOGLE IMAGES

ઓલમ્પિકમાં ઊંચી કૂદની રમતમાં કતારના એથ્લીટ મુતાજ એસ્સા બારશિમ અને ઈટાલીના ગિયાનમાર્કો તાંબેરી વચ્ચે ફરિફાઈ હતી. જેમાં પ્રથમ વખતમાં બંને ખેલાડીઓએ 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી. એટલે કે બારશિમ અને અને તાંબેરી બંને ખેલાડીઓ પ્રથમ નંબર પર રહ્યા હતા. ત્યાર બાદ ઇવેન્ટના અધિકારીએ જીત નક્કી કરવા માટે વધુ ત્રણ વખત બંને ખેલાડીઓને જંપ લગાવા માટે કહ્યું. જે પૈકી બંને ખેલાડીઓમાંથી કોઈ પણ 2.37 મીટરથી ઉપર કૂદી શક્યો નહીં.

  • બારશિમ અને અને તાંબેરી બન્ને 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી અને એકસાથે બન્ને પ્રથમ નંબર પર રહ્યા

આ પણ વાંચો: ક્યુનેશા બર્ક્સ: મેક ડોનાલ્ડથી ઓલિમ્પિક સુધીની શાનદાર સફર

જેથી વાત ફરી જીત પર આવીને અટકી ગઈ. હવે જીત નક્કી કરવા માટે ફરી એક વાર અધિકારીએ કુદ લગાવા માટે કહ્યું. પણ એથ્લિટ તાંબેરી ત્યાં સુધીમાં ઈજાગ્રસ્ત થઇ ચુક્યો હતો. તેના પગમાં ઈજા પહોચી હતી. જેથી તેણે પોતાનું નામ રમતમાંથી પાછુ ખેચવી લીધું. હવે બારશિમ પાસે મોકો હતો કે તે એક સારો જંપ મારીને ગોલ્ડ મેડલ જીતી શકે. 

Tokyo Olympic 2021

IMAGE CREDITS- GOOGLE IMAGES

પોતાનું નામ રમતમાંથી પાછુ ખેચી લે તો શું થશે?

બારશિમએ ઇવેન્ટના અધિકારીને પૂછ્યું કે જો તે પણ પોતાનું નામ રમતમાંથી પાછુ ખેચી લે તો શું થશે? નિયમો ચકાસીને અધિકારીએ કહ્યું હતું કે જો તે પણ પોતાનું નામ પાછુ ખેચી લેશે, તો તમને બંને ખેલાડીઓને ગોલ્ડ મેડલ (two gold medals) આપવામાં આવશે. અને બારશિમે અંતિમ પડાવમાંથી પોતાનું નામ પાછું લઇ લીધું. જેથી બંને દેશના ખેલાડીઓને વિજેતા જાહેર કરીને, બંનેને ગોલ્ડ મેડલ (two gold medals) આપવામાં આવ્યો. 

two gold medals

IMAGE CREDITS- GOOGLE IMAGES

બારશિમના નિર્ણયથી જોઈ રહેલા તમામ દર્શકો લાગણીશીલ થઇ ગયા હતા. બારશિમ એ મેડલ તો જીત્યો જ હતો, પણ તેની સાથે જ કરોડો લોકોનું દિલ પણ જીતી લીધું છે, તેને આ અંગે કહ્યું હતું કે, “રમતમાં માત્ર જીત એ જ બધું નથી. હું ઈચ્છું છુ કે આગામી પેઢી આ વાતને સમજે. અને સાથે જ એ પણ મેસેજ આપવા મંગુ છુ કે હરીફાઈમાં કેવી રીતે રમવું જોઈએ. કેવી રીતે પોતાના હરીફનું સન્માન જાળવવું જોઈએ. અને જો હરીફ એ જીતનો હકદાર હોય, તો તેની સાથે સફળતા પણ શેર કરવી જોઈએ. 

two gold medals winner Tamberi and Barshim

IMAGE CREDITS- GOOGLE IMAGES

ઈટાલીના ખેલાડી તાંબેરી પણ ખુશીથી બારશિમને ભેટી પડ્યો હતો. અને બંને વિજેતા ખેલાડીઓએ સ્ટેડીયમ ફરતે ચક્કર લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment