મહેસાણા (Mehsana)જિલ્લાના સતલાસણા તાલુકામાં રાત્રિના અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા અને બાળકનું મોત નીપજયું છે. માહિતી મળી છે કે, કારમાં 10 લોકો સવાર હતા.
Mehsana ના સતલાસણા પાસે અકસ્માત સર્જાયો
સતલાસણા ખાતે આવેલી પટેલ વાડી પાસે રાત્રિના એક સ્કોર્પિયો કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન વચ્ચે બાઇક આવતા બાઈક સવારને બચાવવા સ્કોર્પિયોના ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર કૂવામાં ખાબકી હતી.
આ પણ વાંચો: Gondal: જામવાડી GIDC ના ખાડિયામાં યુવાનની હત્યા, પોલીસ પણ ચકરાવે ચડી
Mehsana ખાતેના અકસ્માતમાં બેના મોત
મળતી માહિતી મુજબ, કાર (Car)માં 10 લોકો સવાર હતા. જેમાંથી એક બાળક અને એક મહિલાના મોત નીપજ્યાં છે. જણાવી દઇએ કે, સતલાસણા તાલુકાના ભાણાંવાસ ગામના મહિલા તેમજ એક આઠ માસનું બાળક ગાડીમાં સવાર હતું જેનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી રહી છે. રાત્રીના સમયે ગાડીને ક્રેનની મદદથી કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત (Accident)માં અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં ગામના અને આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ (Police)ને આ સમગ્ર મામલાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4