રાજ્ય માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં ઓમિક્રનના વધુ બે કેસ નોંધાયા (Omicron In Jamnagar)છે. શહેરના પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા બે લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા હવે 3 પર પહોંચી છે.
રાજ્યમાં વધુ બે ઓમિક્રોનના કેસ નોંધાયા
ગત્ત 28 નવેમ્બરના રોજ હાઇ રિસ્ક દેશ ઝિમ્બાબ્વેથી ગુજરાત આવેલા દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે તેમના સંપર્કમાં આવેલા તેમના પરિજનો અને અન્ય સંબંધીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ટેસ્ટના રિઝલ્ટ સામે આવતા દર્દીના પત્ની અને સાળાનો પણ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો: Kheda: કઠલાલમાં કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
રાહતના સમાચાર શું છે?
આ તમામ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિએન્ટ નહિં હોવાની પુષ્ટિ થઇ છે. આ ત્રણેય મુસાફરો હાઇ રિસ્ક દેશોમાંથી મુસાફરી કરી રાજ્યમાં પરત આવ્યા હતા. તેમનો આરટીપીસીઆર (RTPCR)ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હાલમાં તમામની તબિયત સ્થિર છે. જણાવી દઇએ કે, હાઇ રિસ્ક દેશોમાંથી આવેલા 3 વ્યક્તિના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 12, જામનગરમાં 10, સુરતમાં 9 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા છે.
ઓમિક્રોન વેરિએન્ટ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4