Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝઆર્યન ખાન ડ્રગ્સ કેસમાં બે નવા વીડિયો સામે આવ્યા

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બે નવા વીડિયો સામે આવ્યા

drugs case
Share Now

એનસીપી નેતા નવાબ મલિકે (Nawab Malik)આર્યન ખાન ડ્રગ્સ કેસ (drugs case)માં વધુ બે વીડિયો જાહેર કર્યા છે. તેમાં, કિરણ પી.ગોસાવી અને મનીષ ભાનુશાળી NCB ઓફિસની અંદર જતા અને બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર NCB ની કાર્યવાહીને નકલી પબ્લિસિટી કેસ ગણાવી હતી. કેટલીક તસવીરો દ્વારા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે ભાજપના લોકો આ સમગ્ર કાર્યવાહીમાં સામેલ હતા.

ડ્રગ્સ કેસ (drugs case)માં નવા વિડીયો આવ્યા તેમાં શું છે?

એનસીપી નેતા (NCB Leader)નવાબ મલિકે 6 ઓક્ટોબરે મોડી રાત્રે એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં કિરણ પી ગોસાવી અને મનીષ ભાનુશાળી NCB ઓફિસ છોડીને કારમાં બેઠેલા જોવા મળી રહ્યાં છે.

પત્રકાર પરિષદમાં નવાબ મલિકે કયા આક્ષેપો કર્યા?

એનસીપી (NCP)ના નેતા નવાબ મલિકે 6 ઓક્ટોબરે પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે, એનસીબીના દરોડામાં ભાજપના લોકો પણ સામેલ હતા જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન પકડાયો હતો. NCB નો હેતુ માત્ર લોકોને ફસાવવાનો હતો. તેમણે પત્રકાર પરિષદમાં બે લોકોના નામ લીધા. એક કિરણ પી ગોસાવી અને બીજો મનીષ ભાનુશાળી. કહ્યું કે તે બંને NCB ટીમનો ભાગ નથી, પરંતુ સમગ્ર દરોડા દરમિયાન નજરે ચઢ્યા છે.

નવાબ મલિકે વધુમાં જણાવ્યું કે, એક અન્ય વીડિયો પણ છે, જેમાં મનીષ ભાનુશાળી નામનો વ્યક્તિ અરબાઝ મર્ચન્ટને NCB ઓફિસમાં લઇ આવતો જોવા મળ્યો હતો. મનીષ ભાનુશાળી ભાજપની કોઇ પાંખનો ઉપાધ્યક્ષ છે.

આ આરોપો પર, ભાજપ નેતા (BJP Leader)દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, જ્યારથી નવાબ મલિકના સંબંધીની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી તે NCB વિરૂદ્ધ આક્રોશ જતાવી રહ્યાં છે. સવાલ એ નથી કે ત્યાં કોણ હાજર હતું અને કોણ નહોતું, સવાલ એ છે કે ત્યાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી કે નહીં. અને જો કોઈ ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી તો શું નવાબ મલિક તેને સમર્થન આપે છે?

પી ગોસાવી અને મનીષ ભાનુશાળી કોણ છે?

ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ એક સેલ્ફી વાયરલ થઈ હતી. જેમાં એક માણસ આર્યન ખાન સાથે હસતો જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું કે, હવે NCB ના લોકો પણ આર્યન સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ તકે NCB એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ વ્યક્તિ NCB નો કર્મચારી નથી. બાદમાં સવાલ થયો કે જો આ માણસ એનસીબીનો નથી, તો પછી દરોડા દરમિયાન તે આર્યન સુધી કેવી રીતે પહોંચ્યો? નવાબ મલિકે પત્રકાર પરિષદમાં આ સવાલનો જવાબ આપ્યો. જણાવ્યું કે આ વ્યક્તિનું નામ કિરણ ગોસાવી છે. આ એક ખાનગી જાસૂસ છે. 2018 માં પુણેમાં તેની સામે છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. તે KPG Dreamz Solutions નામની કંપની ચલાવતો હતો. આરોપ છે કે તેની કંપની વિદેશમાં નોકરી મેળવવાના નામે લોકોને છેતરતી હતી. ખાનગી મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર, ગોસાવીની કંપનીએ મલેશિયાની હોટલમાં નોકરી અપાવવાના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરી હોવાનો કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ છે.

આ પણ વાંચો: Cruise Rave Party માં ઘરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કેટલી માત્રામાં ડ્રગ્સ જપ્ત થયુ!

આ તકે ખાનગી મીડિયા સાથે મનીષ ભાનુશાળીએ વાત કરી હતી. મનીષ ભાનુશાળીએ સ્વીકાર્યું હતુ કે તે ભાજપનો કાર્યકર છે. પરંતુ અરબાઝ મર્ચન્ટ સાથે વીડિયોમાં દેખાવાનું કારણ કંઈક બીજું જ છે. તેમણે 1 ઓક્ટોબરના રોજ ડ્રગ પાર્ટી વિશે NCB ને જાણ કરી હતી. 2 ઓક્ટોબરના રોજ, દરોડાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, તે સમયે તે ત્યાં સાક્ષી તરીકે હાજર હતો.

drugs case મામલે અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ

જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ ક્રુઝ (Cruise)શિપ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યનની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી (NCB)નો દાવો છે કે, દરોડામાં મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યુ હતુ. એનસીબીએ આર્યન ખાન પર પ્રતિબંધિત પદાર્થો ખરીદવા, રાખવા અને તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં આર્યન એનસીબીના રિમાન્ડમાં છે. અહીં પોલીસે 6 ઓક્ટોબરની રાત્રે ક્રુઝ શિપ પર ડ્રગના કેસમાં એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

7 ઓક્ટોબર સુધી આર્યનની કસ્ટડી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment