Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝનવા વેરિએન્ટની એન્ટ્રી! દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ

નવા વેરિએન્ટની એન્ટ્રી! દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ

corona
Share Now

કોરોના (corona)ના નવા વેરિએન્ટથી વિશ્વમાં ફરી એકવાર ડરનો માહોલ ઉભો થયો છે. જેથી હાલમાં સાઉથ આફ્રિકાથી પરત ફરેલા કેટલાક લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકો કોરોના પોઝિટિવ (Corona Positive)આવ્યા છે. પરંતુ તેમાં ક્યો વેરિએન્ટ છે, તે વાતની હાલમાં કોઇ પુષ્ટિ થઈ શકી નથી.

આફ્રિકાથી ભારત આવેલા બે લોકો corona પોઝિટિવ

દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક ખાતે આવેલા લોકોનો ટેસ્ટ (Test)કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે. પોઝિટિવ મળી આવેલા બે વ્યક્તિના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે, જેથી કોવિડનો ક્યો વેરિએન્ટ છે તેની માહિતી મેળવી શકાય. મહત્વનું છે કે કોરોનાના નવા ખતરાથી વિશ્વમાં અફરાતફરી મચી છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરના ભણકારા ! દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો ખતરનાક વેરિએન્ટ

આફ્રિકાથી આવેલા અનેક લોકોના corona ટેસ્ટ કરાયો

કોવિડના નવા વેરિએન્ટના ખતરાની આશંકાને પગલે કર્ણાટક (Karnatak)ના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં ગઇકાલે શનિવારે બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેસ્ટિંગ વધુ કરવામાં આવશે. તે લોકોને શહેરમાં પ્રવેશની મંજૂરી હશે જે તપાસમાં નેગેટિવ આવશે. મંત્રી આર અશોકે કહ્યુ કે, દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો આવ્યા છે. બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય જે લોકો બેંગલુરૂ કે બીજા અન્ય જિલ્લામાં આવ્યા છે, તેનો 10 દિવસ બાદ વધુ એક ટેસ્ટ કરાશે.

કોરોના વેક્સિનેશનનને લગતા તમામ સવાલના જવાબ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment