સુરત (Surat)માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (University)માં ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિક પોલીસને ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા હતા. હવે આ ઘટના મામલે જવાબદાર પોલીસકર્મી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતા પોલીસે (Police)જવાબદાર કર્મીઓને સસ્પેન્ડ (Suspend)કર્યા છે.
સુરત (surat)ની ઘટના શું હતી?
સુરતમાં ગત્ત ત્રણ દિવસ પહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા. આ તમામ વચ્ચે વિદ્યાર્થીઓ અને સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા. આ ઘટના મામલે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં આ મામલે એબીવીપી (ABVP)દ્વારા પ્રદર્શન કરી અને આવેદનપત્ર પણ આપ્યુ હતું.
આ પણ વાંચો: Surat: પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓ સાથે કર્યુ ઉદ્ધત ભર્યું વર્તન
ઘટનામાં થઇ મોટી કાર્યવાહી
ઉલ્લેખનિય છે કે,સુરતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ (Students)ની માગ હતી કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી સુરત ખાતે હોઇ ત્યારે જ ઉમરા પી.આઈ. કે. આઈ.મોદી અને પીએસઆઈ (PSI)ની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પીઆઈ (PI)ની સ્પેશીયલ બ્રાંચમાં અને પીએસઆઈની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જયારે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
યુનિવર્સીટીના કુલપતિ Surat પોલીસ કમિશ્નરને પણ મળ્યા હતા
નોંધનીય છે કે, ગઇકાલે ગરૂવારે રાજ્યના અનેક શહેરમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોની બહાર તાળાબાંધી કરી રસ્તા બ્લોક કરી સુત્રોચાર કર્યા હતા અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ (Suspend)કરવાની માગ કરી હતી. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પણ ગતરોજ સુરત પોલીસ કમિશ્નર (Police Commissioner)ને મળ્યા હતા અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને મામલાનું નિરાકરણ લઇ આવવા રજૂઆત કરી હતી. ત્યારે આજે બે પોલીસ કર્મી સસ્પેન્ડ સહિત પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વિરોધ બંધ થશે કે કેમ તે તો આગામી સમય જ નક્કી કરશે.
ABVP નો હલ્લાબોલ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4