Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeન્યૂઝસુરત પોલીસ ચોરોથી બે કદમ આગળ, રાજસ્થાની લુંટારાઓને 11કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યા

સુરત પોલીસ ચોરોથી બે કદમ આગળ, રાજસ્થાની લુંટારાઓને 11કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યા

Share Now

રાજસ્થાનના ઝાલોદ ખાતે થયેલી મોટી લૂંટની ઘટનામાં આરોપી સુરત દાગીનાઓ વેચવા માટે આવ્યા હતા. મળતી માહિતીના આધારે સુરત પોલિસે (Surat police) લૂંટ કરનાર મુખ્ય બે આરોપીને ઝડપી પાડી 11 કિલ્લો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.

સુરત પોલીસને (Surat police) મળી હતી બાતમી

ગણપતિ વિસર્જનને લઈ શહેરમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો બંધોબસ્તમાં હતો. ત્યારે ખટોદરા પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ચોરીના દાગીના સાથે સુરતના ખટોદરા વિસ્તારમાં ફરી રહ્યા છે.

two robbers were caught by Surat police

એ માહિતીના આધારે ખટોદરા પોલીસના પી.આઇ. સહિતનો કાફલો જોગણી માતાજીના મંદિર પાસે વોચ ગોઠવી રેકી કરી હતી. ત્યારબાદ શંકાસ્પદ દેખાતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા અને તેની પાસે રહેલી બે બેગમાં ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દાગીના મળી આવ્યા હતા. સુરત પોલિસે (Surat police) તાત્કાલિક બંને આરોપીઓની અટકાયત કરી, તમામ મુદામલ સાથે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

 robbers caught by Surat police with 11 kg silver

ચોરી થયેલ દાગીના

  • ચાંદીના પગની વીછીયા-૯૧૦ ગ્રામ 
  • ચાંદીના પાયલો-૩૭૩૯ ગ્રામ 
  • ચાંદીના કડા અને કંગનો-૯૬૦ ગ્રામ 
  • ચાંદીના કંદોરાઓ-૨૨૮૦ ગ્રામ 
  • ચાંદી વીંટીઓ-૭૪o ગ્રામ
  • નાકની બાલીઓ ૧૬૮૪ ગ્રામ

આ સિવાય ચાંદીની માળાઓ, મંગળસુત્ર, ચાંદીના માદળીયુ,ચાંદીના જુડા, બાજુઓ, સોનાની માદળીયુ તથા નાકની ચુકો મળી આવી છે. આ ચોરીમાં કુલ મળીને 11 કિલો ચાંદી મળી આવ્યું છે. પોલીસે જ્યારે બંને આરોપીઓની પૂછપરછ કરી ત્યારે આ બંને આરોપીઓના નામ ટીકમારામ લસારામ માલી અને નીરવ તળજાભાઇ રબારી સામે આવ્યા હતા. બિલ વગરના દાગીના ક્યાંથી લાવ્યા તેની પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરતા વધુ જાણકારી પ્રાપ્ત થઈ હતી. જેમાં બહાર આવ્યું કે, આ ચોરોએ રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં એક ઘરમાં ઘરફોડ કરી હતી. તે ચોરોએ તેમના બીજા મિત્રો સાથે મળીને લૂંટ ચલાવી હતી. અને તે લૂંટમાં લૂંટ કરેલા ચાંદીના દાગીના વેચવા માટે તેઓ સુરત આવ્યા હતા. 

જુઓ આ વિડીયો: બાયોડિઝલનો વેપલો

હાલ સુરત પોલિસે (Surat police) તે ચોરોની ધરપકડ કરી, રાજસ્થાન પોલીસને સોંપી તપાસ શરૂ કરી છે. જેમાં હવે જોવાનું રહ્યું કે આ આરોપીઓ એ ગુજરાત કે રાજસ્થાન સિવાય બીજી કેટલી જગ્યાએ લૂંટ કરી છે.

આ પણ વાંચો: ટેક્સટાઈલ સિટી સુરતને લાગ્યું ગ્રહણ, 100 મિલો બંધ થવાની સંભાવના

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment