Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝકાશ્મીરમાં 2 શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન, લોકો ઉતર્યા રસ્તા પર

કાશ્મીરમાં 2 શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન, લોકો ઉતર્યા રસ્તા પર

sikh protest
Share Now

જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને ત્યારબાદ તેમના નિકાહ મોટી ઉંમરના બીજા ધર્મના વ્યક્તિ સાથે કરી દેવાયા. જેને લઇ રાજનીતિ ગરમાઈ છે..આ મામલે શિરોમણી અકાલી દળના નેતા મનજિન્દર સિહ સિરસાએ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું. ૨ શીખ યુવતીના ધર્મપરિવર્તન મામલે શીખ સમુદાય સડકો પર ઉતર્યો છે…કાર્યવાહીની માંગ સાથે અદાલતની બહાર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન…એક તરફ શ્રી નગરમાં આતંકીઓ સામે લડી રહ્યા છે અને બીજી તરફ દેશમાં આવા મામલાઓ સામે આવી રહ્યા છે.

ઉપ રાજ્યપાલ સાથે કરી મુલાકાત

સિરસાએ શીખ સમુદાયના એક ડેલિગેશન સાથે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની પણ મુલાકાત કરી અને ધર્મ પરિવર્તનના આ મામલાની જાણકારી આપી. ઉપ રાજ્યપાલ તરફથી ભરોસો વ્યક્ત કરાયો છે કે જલદી તે યુવતીઓની પરિવારમાં વાપસી કરાવવામાં આવશે. સિરસાએ આ મુલાકાત બાદ કહ્યું કે બે યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ કરવામાં આવ્યા. આ કિસ્સા બાદ શીખ યુવતીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. આ કારણે ઉપ રાજ્યપાલને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

આ પણ વાંચો : જાણો …ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બચવા શું કરવું જોઈએ ?

પીડીપી ચીફ મહેબુબા મુફ્તીએ ટ્વિટ કરી શું કહ્યું ?

પીડીપી ચીફ મહેબૂબ મુફ્તીએ ટ્વિટ કરી કહ્યું કે, ૨ શીખ છોકરીની સાથે થયેલી આ ઘટનાથી દુઃખી છે…તાપસ એજંસી ઝડપથી સત્ય શું છે તે બહાર લાવે…તો ધર્માંતરણને લઇ બબાલ થઇ ગઈ છે કાશ્મીરમાં…

ઉપ રાજ્યપાલને મળીને મનજિન્દર સિંહ સિરસાએ એક કાયદાની પણ માગણી કરી છે જેથી કરીને ધર્મ પરિવર્તનના આવા મામલાઓ પર રોક લગાવી શકાય. આ ઉપરાંત રાજ્યમાં એક લઘુમતી આયોગની રચનાની પણ માગણી કરવામાં આવી જેના પર તેમણે સહમતિ વ્યક્ત કરી છે. ઉપ રાજ્યપાલે સિરસાને આ મામલે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે.

કેન્દ્ર પાસે કાયદાની માગણી
મનજિન્દર સિંહે આ મામલે કેન્દ્ર સરકાર પાસે પણ મદદની ગુહાર લગાવી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના ચીફ સિરસાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને શીખ યુવતીઓની સુરક્ષા માટે જેમ બને તેમ જલદી એક કાયદો લાવવો જોઈએ.

આ ઉપરાંત તેમણે કાશ્મીરના મુસ્લિમ ધર્મગુરુઓને પણ શીખ સમુદાયનો સાથ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના મુસ્લિમ નેતાઓએ આગળ આવીને આવા ધર્મ પરિવર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. ધર્મપરિવર્તનના મામલાઓ યુપીમાં સૌથી વધુ સામે આવી રહ્યા છે અને બીજી તરફ હવે શ્રીનગરમાં પણ શીખ સમુદાયની ૨ યુવતીઓના ધર્મપરિવર્તન કરવાનો મામલો સામે આવ્યો …તો ક્યારે ધર્મપરિવર્તન નો કડક કાયદો આવશે ? ક્યારે અને કેવી રીતે રોકી શકીશું ધર્મ પરિવર્તન કરાવતા લોકોને…?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment