Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઅંતે મૌન તોડતા ઉદ્ધવ ઠાકરે : ચપટી ગાંજો ઝડપી ઢોલ શું વગાડો છો??

અંતે મૌન તોડતા ઉદ્ધવ ઠાકરે : ચપટી ગાંજો ઝડપી ઢોલ શું વગાડો છો??

uddhav thakrey slmas ncb
Share Now

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના મામલે બોલીવુડ સેલિબ્રિટી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે જેના મામલે રાજકીય રંગ પકડતા મામલો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં બદલાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યુ હતું કે સેલિબ્રિટીને ચપટી ગાંજા સૂંઘવા માટે ધરપકડ કરીને ઢોલ વગાડો છો તો ગુજરાતમાં તો જંગી માત્રામાં ડ્રગ્સ મળે છે એમ કરી આડકતરી રીતે પ્રહાર કર્યા. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અત્યારે NCB દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એક તરફ અત્યારે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો ખૂબ ગંભીર આરોપો હેઠળ જેલના સળિયા ગણી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આડકતરી રીતે તેનો બચાવ કરવા પ્રયત્ન કર્યા છે અને ગુજરાતને વચ્ચે લઈ આવ્યા છે.

મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર મ્હારાષ્ટ્રમાંથી ડ્રગ્સ મલે છે એવું નથી, મેં તો સાંભળ્યું છે કે મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે. આ મુંદ્રા પોર્ટ ક્યાં છે? ગુજરાતમાં છે ને. અહિયાં એક ચપટી ગાંજો સૂંઘી સેલિબ્રિટીને પકડીને તમે ઢોલ વગાડો છો અને ફોટો પડાવો છો, મહારાષ્ટ્ર પોલીસે તો 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

આ પણ વાંચો : CWC Meeting: કોંગ્રેસની કાયમી અધ્યક્ષ હું જ છું: સોનિયા ગાંધી

“તુલસી લગાવવાની આપણી સંસ્કૃતિ છે પણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે હવે આંગણે ગાંજો લગાવવામાં આવી રહ્યો હોય”

તેમણે કહ્યું હતું કે આંગણે તુલસી લગાવવાની આપણી સંસ્કૃતિ છે પણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે હવે આંગણે ગાંજો લગાવવામાં આવી રહ્યો હોય. એવું નથી કે મહારાષ્ટ્રની પોલીસ કશું કરી નથી રહી. ગુજરાતમાં મુન્દ્રામાંથી પણ કરોડોનું ડ્રગ્સ મળ્યું હતું. આપણી પોલીસ કામ કરી રહી છે પણ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે જામીન મળ્યા કે નહીં.

શું છે સમગ્ર મામલો

NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક મોટા સ્ટારનો દીકરો પાર્ટીમાં પકડાયો છે. પાર્ટીમાં ડ્રગ્સ પણ પકડાયું છે. નોંધનીય છે કે જ્યારએ મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી. NCBએ હજુ સુધી આધિકારિક રૂપે કોઈ નામનો ખુલાસો કર્યો નથી. ક્રૂઝ પર જે લોકો પકડાયા છે તેમને મુંબઈ લાવી દેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ED, CBIને વચ્ચે ના લાવો, સીધા લડો

ઉદ્ધવે કહ્યું કે, પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવનાર બીજેપી કેમ બીજા પક્ષના નેતાઓમે તેમની પાર્ટીમાં સામેલ કરે છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દૂરઉપયોગ થતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે પડકાર આપ્યો છે કે, તમારે લડવું હોય તો સીધા સામે આવો. તેમાં ED, CBI જેવી સંસ્થાઓને વચ્ચે લાવવાની જરૂર નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment