Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝમહારાષ્ટ્રમાં ઓબીસી અનામત પર ચર્ચા માટે ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બોલાવી બેઠક

મહારાષ્ટ્રમાં ઓબીસી અનામત પર ચર્ચા માટે ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બોલાવી બેઠક

udhav thakrey,news in gujarati,shivsena,big news,lattest news
Share Now

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઓબીસી અનામતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક  મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં યોજાવાની છે. બેઠકમાં આમંત્રિત અગ્રણી નેતાઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, કોંગ્રેસના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી બાલાસાહેબ થોરાટ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હાજર રહેશે.

ભાજપે આપી છે ચેતવણી 

તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે, એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ, મહારાષ્ટ્ર ભાજપ એકમે ચેતવણી આપી હતી કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) અનામતનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ભાજપ ક્ષણિક સ્વરાજની ચૂંટણી થવા દેશે નહીં.

udhav thakrey,news in gujarati,shivsena,big news,lattest news

આ પણ વાંચો:મમતા બેનર્જીનું સીએમ પદ જોખમમાં,TMC નેતાઓએ કરી પેટા ચૂંટણીની માંગ

ભાજપના મહારાષ્ટ્ર સરકાર પર આરોપ 

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, ભાજપનું પ્રદેશ સંગઠન જ્યાં સુધી રાજ્યમાં ઓબીસી અનામતનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવા દેશે નહીં. તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગવ્યા હતા કે સરકારની ઈચ્છા છે કે ઓબીસી સમુદાય રાજકીય અનામત ગુમાવે.

સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ કરવામાં સરકાર નિષ્ફળ  

 ભાજપના નેતા પંકજા મુંડેએ ઓબીસી અનામતને લઈને કહ્યું હતું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ કરવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે જ ઓબીસી માટે રાજકીય અનામત નાબૂદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારે એક પંચની રચના કરવી જોઈએ અને OBC અનામત માટેનો ડેટા રજૂ કરવો જોઈએ.’ વધુમાં તેમણે કહ્યું કે આ સરકારનો OBC ને અનામત આપવાનો કોઈ ઈરાદો નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ 1961 ના ભાગ 12 (2) (c) નું અર્થઘટન કરતા તેના આદેશમા સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીની અનામત બેઠકોની હદ સાથે સંબંધિત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2018 અને 2020માં કરાયેલ સૂચનોને રદ્દ કર્યા હતા. આ કાયદો પછાત વર્ગના લોકોને 27 ટકા અનામત આપે છે. કોર્ટે કહ્યું કે અન્ય પછાત વર્ગ(obc) માંથી આવતા ઉમેદવારોનાં ચૂંટણી પરિણામો ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે અને સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ખાલી બેઠકોને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ભરવામાં આવશે. જેને કારણે અન્ય પછાત વર્ગે (ઓબીસી) મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓમાં પોતાની રાજકીય અનામત ગુમાવી હતી.  જેમાં નગર નિગમો, નગર પરિષદો, જિલ્લા પરિષદો, ગ્રામ પંચાયતો વગેરેનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઓબીસી અનામતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક  મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં યોજાવાની છે. બેઠકમાં આમંત્રિત અગ્રણી નેતાઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, કોંગ્રેસના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી બાલાસાહેબ થોરાટ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હાજર રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment