Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઉદ્ધવ ઠાકરેએ શરદ પવારના ડ્રિમ પ્રોજેક્ટ પર કેમ લગાવી રોક?

ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારના ડ્રિમ પ્રોજેક્ટ પર કેમ લગાવી રોક?

sharad pawar and udhhav thakrey
Share Now

મહારાષ્ટ્રની ગઠબંધન વાળી સરકારમાં મતભેદ ચરમસીમાએ પહોચી ગયા છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા શરદ પવારના(SHARAD PAWAR) ડ્રીમ પ્રોજેક્ટ પર અચાનક રોક લગાવી છે. જેના કારણે હાલ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શરદ પવાર કેન્સર પીડિત દર્દીઓ માટે આવાસ યોજના બનાવી રહ્યા હતા. આ યોજના તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેના પર ઉદ્ધવ ઠાકરે દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટ પર રોક લગાવ્યા બાદ લોકોનું માનવું છે કે આ ગઠબંધન હવે આગળ નહીં ચાલે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના મતભેદો હવે ખુલીને બહાર આવી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા

મહારષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા શરદ પવારના ડ્રીમ પ્રોજેકટ પર રોક લગાવવામાં આવી છે . જેને લઈને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના મતભેદો જાહેરમાં દેખાય રહ્યા છે. તેને લઈને ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સત્તાના સંઘર્ષમાં હવે માણસાઈ પણ મરી પરવારી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી એ વાત સાબિત થાય છે કે તેઓ શરદ પવારનું માન જરા પણ નથી રાખતા. આમ ઉદ્ધવ ઠાકરે દ્વારા શરદ પવારના ડ્રિમ પ્રોજેક્ટ પર રોક લગાવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કેન્સરના દર્દીઓને ફ્લેટ આપવામાં શિવસેનાને વાંધો

નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને શિવસેના વચ્ચે હવે મતભેદો વધી ગયા છે. અને હવે શરદ પવારના ડ્રિમ પ્રોજેક્ટ પર રોક લગાવતા આ મતભેદો હવે જાહેરમાં આવી રહ્યા છે. શરદ પવારના ડ્રિમ પ્રોજેક્ટને લઈને શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીએ પણ કેન્સરના દર્દીઓને ફ્લેટ આપવા મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે શરદ પવારના કેન્સરના દર્દીઓને ફ્લેટ આપવાના ડ્રિમ પ્રોજેક્ટને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે .જોકે અજય ચૌધરીએ એવું પણ કહ્યું કે તેમને ભોઈવાડામાં પૂરી બિલ્ડીંગ આપવામાં આવે તે વધારે સારુ રહેશે. વધુંમાં ધારાસભ્ય અજય ચૌધરીએ એવું પણ કહ્યું કે તેમની પત્નીનું પણ ચાર વર્ષ પહેલા કેન્સરને કારણે નિધન થયું હતું. જેથી તેમણે તેમની પત્નીના નામે એક સંસ્થા બનાવી છે જે સંસ્થા થકી તેઓ દર્દીઓને સેવા પૂરી પાડે છે.

sharad pawar and udhhav thakrey

PC- ONEINDIA

આ પણ વાંચો:રિલાયન્સે 5G નેટવર્કને લઈને કરી મોટી જાહેરાત

શરદ પવારે નથી આપી કોઈ પ્રતિક્રીયા

ઉદ્ધવ ઠાકરે દ્વારા શરદ પવારના ડ્રિમ પ્રોકેટ પર રોક લગાવવામાં આવી છે . ત્યારે આ મુદ્દે ધારાસભ્ય અતુલ ભાતખલકરે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે, શરદ પવારના પ્રોજેક્ટ પર રોક લગાવીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું સાબિત કરી બતાવ્યું કે અસલી બોસ એજ છે. પરંતુ આ સમગ્ર મામલે વરિષ્ઠ નેતા શરદ પવાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રીયા આપવામાં નથી આવી. ત્યારે તેમના દ્વારા હવે શું જવાબ આપવામાં આવશે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો આ મુદ્દે સમગ્ર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.

વિપક્ષી દળની બેઠકમાં શિવસેનાને આમંત્રણ ન આપતા વિવાદ

ગઈ કાલે 23 જૂન ના રોજ દિલ્હીમાં શરદ પવારના નિવાસ સ્થાને વિપક્ષી નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાના સંગઠન રાષ્ટ્ર મંચના બેનર હેઠળ કરવામાં આવી હતી. તમામ વિપક્ષી દળોની આ બેઠકમાં શરદ પવાર દ્વારા શિવસેનાને આમંત્રણ આપવામાં ન આવ્યું. અને આ બેઠકથી શિવસેનાને દૂર રાખવામાં આવ્યું. તેને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે શરદ પવાર ખુબ મોટા નેતા છે. માટે તેમને મળવા માટે બધાજ જતા હોય છે. લોકો તેમની સાથે રાજકારણ, અર્થતંત્ર, અન્ય મુદ્દાઓ પર સલાહ લેતા હોય છે. પરંતુ હું આબેઠકને વિપક્ષી પાર્ટીઓની બેઠક માનતો નથી.કારણ કે આ બેઠકમાં સપા, બસપા, વાયએસઆરસીપી(YSRCP ), ટીડીપી, ટીઆરએસ જેવી પાર્ટીઓ નથી. જોકે આ બેઠકને લઈને શિવસેના દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે આ બેઠકથી કોઈ ફાયદો નથી થયો. નિષ્ણાતોનું માનવું છે કે, શરદ પવારે વિપક્ષી દળોની બેઠકમાં શિવસેનાને આમંત્રણ ન આપતા આ વિવાદ થયો છે.

No comments

leave a comment