Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઉજ્જૈનમાં મુસ્લિમ ભંગાર વાળા જોડે બળજબરીથી ‘જય શ્રી રામ’ના નારા લગાવાયા,પોલીસ નોંધી ફરિયાદ

ઉજ્જૈનમાં મુસ્લિમ ભંગાર વાળા જોડે બળજબરીથી ‘જય શ્રી રામ’ના નારા લગાવાયા,પોલીસ નોંધી ફરિયાદ

ujjain news, jai shree ram, big news
Share Now

ઉજ્જૈનમાં મુસ્લિમ ભંગારના વેપારી પાસેથી બળજબરીથી જય શ્રી રામના નારા લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુવાનો મુસ્લિમ ભંગારના વેપારીને વારંવાર જય શ્રી રામ કહેવા માટે દબાણ કરી રહ્યા છે. ગા આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો ભંગારના વેપારી પર બળજબરીથી જય શ્રી રામના નારા લગાવવા દબાણ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે.. વિડીયોની પુષ્ટિ કરતા પોલીસ કહ્યું કે આરોપીની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં પકડાઇ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્દોરમાં એક બંગડી વેચનાર વ્યક્તિને  મારવામાં આવ્યો હતો. બંગડી વેચનાર વ્યક્તિ પર પોતાની ઓળખ છુપાવવાનો આરોપ હતો.

સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો 

શનિવારે ઉજ્જૈનના મહિદપુર તાલુકાના ઝારડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલિયા ધુમા ફાંટે ગામમાં એક ભંગાર વેચનાર પહોંચ્યો હતો. આ દરમિયાન ગામના કેટલાક યુવાનોએ ભંગારના વેપારીનો સામાન નીચે ફેંકી દીધો અને તેને ગામમાં ન આવવાની ચેતવણી આપી હતી. ત્યારે કોઈએ મોબાઈલ પર યુવાનોના આ કૃત્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ujjain,newsin gujarati,gujarati news,lattest news

આ પણ વાંચો:Mann Ki Baat: યુવાનોમાં રમત પ્રત્યે વધતો ઉત્સા જ મેજર ધ્યાનચંદ્રને સાચી શ્રદ્ધાંજલિ

એસપીએ લોકોને સંયમ રાખવાની અપીલ કરે છે

સમગ્ર મામલે એસપી સત્યેન્દ્ર કુમારે કહ્યું કે હાલના સંજોગોમાં હું સામાન્ય લોકોને અપીલ કરૂ છું કે કોમી એકતાને ખલેલ પહોંચાડવાની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં સંયમ રાખવાની જરૂર છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, “આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી છે. કેટલાક લોકો આવી ઘટનાઓ દ્વારા સમાજમાં ખોટો સંદેશ આપી રહ્યા છે. પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે.  કોંગ્રેસે લઘુમતી વ્યક્તિ સાથે કરવામાં આવેલા ગેરવર્તનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશમાં સતત આવી ઘટનાઓ બની રહી છે. 

શું છે સમગ્ર મામલો 

આ પીડિત ઉજ્જૈનનો રહેવાસી છે, જે ભંગારના વેપારી છે. ઉજ્જૈનના સેકલી ગામમાં તે વેપાર માટે ગયા હતા, જ્યાં હિન્દુવાદી સંગઠનના કેટલાક લોકોએ તેને ઘેરી લીધા હતા. તેઓ તેમની મોટરસાઇકલ બહાર કાઢી રહ્યા હતા, અચાનક પીડિત તેમની મોટરસાઇકલની સામે આવટ પહેલા તેઓએ પીડિતનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. ત્યારબાદ તેઓએ તેમની પરવાનગી વગર ગામમાં કેવી રીતે પ્રવેશ કર્યો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી તેને મારવામાં આવ્યો અને બળજબરીથી તેની પાસેથી જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન, કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીની શોધખોળ ચાલુ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment