Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝભારતનો UK ને વળતો જવાબ, હવે બ્રિટનથી આવનારા તમામ પ્રવાસીઓને 10 દિવસ આઇસોલેટ થવું પડશે

ભારતનો UK ને વળતો જવાબ, હવે બ્રિટનથી આવનારા તમામ પ્રવાસીઓને 10 દિવસ આઇસોલેટ થવું પડશે

UK
Share Now

બ્રિટન (UK)દ્વારા કોવિન સર્ટિફિકેટને (Cowin Certificate) માન્યતા ન આપવા પર ભારત સરકારે (India Government)સખ્ત વલણ અપનાવ્યું છે. હવે બ્રિટનથી ભારત આવનાર પ્રવાસીઓએ બ્રિટને પોતે કરેલા લાગુ નિયમોમાંથી જ પસાર થવું પડશે. જેમાં બ્રિટનથી આવતા પ્રવાસીઓએ હવે ભારતમાં 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેવુ પડશે. સરકારે આ આદેશ શુક્રવારે જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ દેશમાં નવા નિયમ 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે, બ્રિટન પણ પોતાના નવા નિયમો 4 ઓક્ટોબરથી લાગુ કરી રહ્યું છે.

બ્રિટનથી આવનારા પ્રવાસીઓેને આટલા દિવસ પહેલાનો ટેસ્ટ કરાવવો પડશે

બ્રિટન (UK)થી ભારત આવનારા પ્રવાસીઓેને હવે નવા જાહેરનામા મુજબ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતા પણ ટેસ્ટ કરાવવો પડશે. પ્રવાસીએ મુસાફરીની શરૂઆતના 72 કલાક પહેલા અને પહોંચ્યા બાદ 8 દિવસ સુધી આરટીપીસીઆર (RT-PCR) કરાવવું જરૂરી રહેશે. આ આદેશ 4 ઓક્ટોબરથી અમલમાં આવશે.

બ્રિટને કોવશિલ્ડને માન્યતા આપી પણ સર્ટિફિકેટને નહીં

જણાવી દઇએ કે બ્રિટને કોવશિલ્ડ (covishield)ને તો માન્યતા આપી દીધી છે, પરંતુ તેમાં ભારતીયો માટે તેને કેટલીક શરત ઉમેરી છે. જે અંગે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. નવા નિયમો અનુસાર, કોવીશિલ્ડ વેક્સિનના બંને ડોઝ મેળવનારા ભારતીયોને યુકે (UK) પહોંચ્યા બાદ પણ 10 દિવસ સુધી ક્વોરન્ટીન (quarantine)રહેવું પડશે અને ટેસ્ટ (Test)પણ કરાવવા પડશે. ભારતીય નાગરિકોએ બ્રિટનના આ નિર્ણયને વંશીય ગણાવ્યો હતો. તેના જવાબમાં બ્રિટને કહ્યું હતું કે, કોવિશીલ્ડ મેળવનારાઓ સાથે તેમને કોઈ સમસ્યા નથી. તેઓ ભારતના વેક્સિન સર્ટિફિકેટ (Vaccine certificate)પર વિશ્વાસ કરી શકતા નથી.

આ પણ વાંચો: Surat: શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો ! પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 11 કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

નોંધનીય છે કે, કેન્દ્રિય આરોગ્ય વિભાગ (Central Health Department)દ્વારા જાહેર કરતા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 26 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યાકે આ 277 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 37 લાખને પાર પહોંચી છે. આ ઉપરાંત દેશમાં કુલ 89 કરોડને પાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

PM મોદીનો અમેરિકા પ્રવાસ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment