Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝકોવિશિલ્ડને માન્યતા ન આપવાનો મુદ્દો ભારતે બ્રિટન સમક્ષ ઉઠાવ્યો, કહી આ મોટી વાત

કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો મુદ્દો ભારતે બ્રિટન સમક્ષ ઉઠાવ્યો, કહી આ મોટી વાત

Covishield
Share Now

ભારત સરકારનું કહેવુ છે કે બ્રિટને કોરોના વેક્સિન (Corona Vaccine)કોવિશિલ્ડ (Covishield )ને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વર્તન કર્યું છે. આ સાથે એ પણ કહ્યું કે જો તેનુ કોઇ સમાધાન નહીં નિકાળવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.

કોવિશિલ્ડ (Covishield )વેક્સિનને માન્યતા ન આપવાનો મુદ્દો ભારતે બ્રિટનમાં ઉઠાવ્યો

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે કહ્યું કે, યૂકે સરકાર (UK Government)નું કોવિશિલ્ડને મંજૂરી ન આપવાનો નિર્ણય ભેદભાવપૂર્ણ છે. તેઓએ એ પણ કહ્યું કે આ ભારતના પારસ્પરિક પગલા લેવાના અધિકારની અંદર આવે છે. તેઓએ આગળ જણાવતા કહ્યું કે, કોવિશિલ્ડની ગેર માન્યતા એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેનો પ્રવાસ કરનારા અમારા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રી (Foreign Minister)એ બ્રિટન (Britain)ના નવા વિદેશ સચિવ સામે આ મુદ્દાને મજબૂતી સાથે ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યુ છે કે, કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા છે કે આ મુદ્દાનો ઉકેલ લઇ આવવામાં આવશે.

આ પણ વાંચો: Vaccine Dose પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો

જણાવી દઇએ કે બ્રિટને પોતાના કોરોનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ સાથે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યોં છે કે તે ભારત સાથે ભેદભાવ કરે છે. ભારત તરફથી આવતા મુસાફરો માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે યુકે સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે. એવુ એ માટે કારણ કે બ્રિટને નવા નિયમો હેઠળ કોવિશિલ્ડ વેક્સિન લગાવનારને વેક્સિનેશન ન કરાવ્યુ હોવામાં ગણના કરવામાં આવે છે, જ્યારે ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિન (AstraZeneca Vaccine)લેનારાઓને માન્યતા આપી છે.

ભારતની મોટાભાગની વસ્તીને કોવિશિલ્ડ (Covishield )લાગી

ભારતની મોટાભાગની વસ્તીને કોવિશિલ્ડ વેક્સિન લાગી છે. જે બ્રિટનની એસ્ટ્રાજેનેકા વેક્સિનનું જ ભારતીય વર્જન છે. જેને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (India)બનાવી રહી છે, તેમ છતાં પણ ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યુ છે. બ્રિટનમાં નેશનલ ઇન્ડિયન સ્ટૂડન્ટ એન્ડ એલ્યુમનાઇ યૂનિયન (AISAU)ની અધ્યક્ષ સનમ અરોરાએ કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ એ વાતથી નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવપૂર્ણ પગલું છે કારણ કે તેમની સાથે તેમના અમેરિકા (America)અને યૂરોપીય સંઘના સમકક્ષો કરતા અલગ વર્તન કરવામાં આવી રહ્યું છે.

અહીં થયુ 100 ટકા વેક્સિનેશન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment