અમદાવાદના સોલા વિસ્તારમાં ઉમિયાધામ(Umiyadham)આવેલ છે. ઉમિયાધામ કેમ્પસમાં સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ ચાલે છે. કડવા પાટીદારો દ્રારા આ મંદિર બનાવામાં આવ્યું છે. હવે આ ઉમિયાધામ કેમ્પસનું નવનિર્માણ થશે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિતમાં ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ યોજાવામાં આવ્યો હતો.
જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.તો સાથે જ શ્રીખોડલધામ કાગવડ, સમસ્ત પાટીદાર સંસ્થા,સરદાર ધામ ટ્રસ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર, પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, ઉમિયા માતાજી મંદિર કચ્છ, શ્રી ઉમિયાધામ મધ્ય પ્રદેશ સહિતની સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળમાં ઉમિયા ધામનું(Umiyadham) નિર્માણ
ઉમિયા ધામનું નિર્માણ 4 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચેએ વિશાળ નિર્માણ કરવામાં આવશે.જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે.વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું સાથે નિર્માણ થશે.આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે જેમાં ઘણા ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.સમાજના બાળકોને બધી સુવિધાઓ મળી રહે તેવી બધી સુવિધાઓ કરવામાં આવશે.
સોલા ઉમિયાધામ(Umiyadham) કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.સાથે જ તેમને પરીક્ષાને લગતી મદદ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
ભૂમિપૂજનમાં ભૂપેન્દ્ર પટેલે અને નીતિન પટેલે શુ કહ્યું
સોલા ઉમિયાધામ ખાતે ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, સરકારી જવાબદારી નિભાવવા માટે અમારી ટીમ તૈયાર છે.તો સાથે જ નીતિન પટેલે કહ્યું કે હુ પક્ષનો કાર્યકર આજીવન છું, પક્ષના ધારાસભ્ય તરીકે પસંદગી એ અમારુ પાર્લામેટરી બોર્ડ અને રાષ્ટ્રીય નેતૃત્વ કરતું હોય છે, જે સમયે જ સંજોગ હશે તે પ્રમાણે નિર્ણય કરવામાં આવશે, વધુમાં નીતિન પટેલે ફરીથી ચૂંટણી લડવા અંગે પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું કે કોઈ રાજકારણીને પૂછો કે તમારી શું ઈચ્છાએ તો કોઈ રાજકારણી ના પાડે ખરા.. રાજકારણમાં હુ 40 વર્ષથી છું ભાજપે મને ઘણું બધુ આપ્યું છે. પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય.તો નીતિન પટેલનો ફરી રમૂજી અંદાજ જોવા મળ્યો હતો..
1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ
ઉમિયાધામ કેમ્પસમાં(Umiyadham) અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવાના ઉમિયા ધામનું નિર્માણ તેમજ અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે.તો સાથે જ મેડિકલ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. તેમજ ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવામાં આવશે.તો જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ હશે.તો સાથે અહિંયા આવતા ભક્તોને બધી સુવિધાઓ મળી રહે તેવા હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4