Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝમિશન 2022 અંતર્ગત ભાજપ કરશે જન સંવાદ કાર્યક્રમ

મિશન 2022 અંતર્ગત ભાજપ કરશે જન સંવાદ કાર્યક્રમ

JAN SANVAD YATRA,જન સંવાદ યાત્રા,POLITICAL NEWS
Share Now

ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે છેલ્લા 25 વર્ષોથી ગુજરાતમાં સત્તા પર બિરાજમાન ભાજપ પણ હવે ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયું છે. ગુજરાતમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઈ કચાસ રાખવા માંગતુ નથી. ત્યારે હવે પાર્ટી હાઇકમાન્ડ દ્વારા થોડા સમય પહેલાજ બનેલ ગુજરાતના 5 કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીને ધ્યાને રાખીને જન સંવાદ કાર્યક્ર્મ હેઠળ અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના નવા બનેલ કેન્દ્રીય મંત્રીઓ 16 થી21 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરીને લોક સંવાદ કરશે. 

દરેક મંત્રીને અલગ અલગ જિલ્લાની જવાબદારી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે અત્યારથીજ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા થોડા સમય પહેલાજ બનેલ ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીને ધ્યાને રાખીને જન સંવાદ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દર્શન જરદોશને દક્ષિણ ગુજરાત, પરષોતમ રૂપલાને ઉત્તર ગુજરાત,મનસુખ મંડવીયાને સૌરાષ્ટ્ર, દેવઉસિંહ ચૌહાણને મધ્ય ગુજરાત,અને મહેન્દ્ર મુંજપરને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. આમ દરેક મંત્રીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. 

JAN SANVAD YATRA,જન સંવાદ યાત્રા,POLITICAL NEWS

આ પણ વાંચો:અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિતે પીએમ મોદી સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અને AAP પણ છે સક્રિય 

ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી યોજવાની છે.જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ભાજપે આજથી કેન્દ્રીય યંત્રીઓના નેતૃત્વમાં જન સંવાદ યાત્રાની શ્રાંત કરી છે. ત્યારે ગુજરાત(Gujarat) કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસથી વિવિધ અભિયાનો થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કરી કરી રહી છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ગામડાઓમાં જન સંવેદના યાત્રા કરી રહી છે. આમ ગુજરાતમાં આમ AAP,કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીને લઈને પુરજોશ તૈયારીઓમાં લાગી હ્યુ છે. 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ક્યાં મોટા પડકારો

વર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. પરંતુ કોરોનાકાળ દરમ્યાન ભાજપ સામે પ્રજાનો ઘણો આક્રોશ છે. લોકો બેરોજગાર થયા છે તેમજ પૂરતી આરોગ્યલક્ષી સેવાઓ ન મળવાને લીધે ઘણા લોકોએ પોતાના પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જન સમર્થન પણ મળી રહ્યું છે. તો બીજી બાજુ ખોડલધામ કાગવડ ખાતે પાટીદારોની એક મિટિંગ મળી હતી અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની બનાવવાની વાત ચર્ચાઈ હતી. આમ આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સામે ઘણા પડકારો રહેલા છે.

શું છે ગુજરાતની રાજકીય સ્થિતિ?

પ્રવર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. તેવામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જન સમર્થન પણ મળી રહ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં ઘણા પક્ષોએ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં ચાલ્યો નથી. આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે તે પણ એક ચર્ચાનો વિષય છે.શું ગુજરાતના રાજલકરણમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી ઇતિહાસ રચશે? કે પછી કોંગ્રેસ આક્ષેપ કરે છે એ રીતે તેમના વોટ કપાવીને ભાજપને ફાયદો કરાવશે? આ બધા પ્રશ્નો અને ચર્ચાઓને જોતા આવનાર વિધાનસભાની ચૂંટણી ઘણી રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment