Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeલાઇફ સ્ટાઇલજો સપનામાં પૈસા કે સાંપ દેખાય છે, તો ચેતી જજો. જાણો સ્વપ્નનો અર્થ

જો સપનામાં પૈસા કે સાંપ દેખાય છે, તો ચેતી જજો. જાણો સ્વપ્નનો અર્થ

dream and their meaning
Share Now

કોઈ તમારો પીછો કરી રહ્યું છે. તમને અચાનક રસ્તામાંથી પૈસા મળ્યા. અચાનક તમે પડી ગયા. આ બધા સ્વપ્ન ખૂબ જ સામાન્ય છે. આવા સ્વપ્ન જો એક વખત આવે તો બરાબર છે પરંતુ ઘણા લોકો વારંવાર કોઈ એક જ પ્રકારનાં સ્વપ્ન જોતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર સ્વપ્ન એ માત્ર વિચારોની એક રજૂઆત છે કે તેનો ખરેખર કોઈ અર્થ થાય છે?

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે તમારું અર્ધજાગ્રત મન તમને કોઈ ખાસ પ્રકારની વાત કહેવા માંગતું હોય કે કોઇ સંદેશ આપવા માગતું હોય ત્યારે તે સ્વપ્નનો સહારો લે છે. તમને કોઈ ખૂબ અલગ પ્રકારનું કે અજીબ સ્વપ્ન દેખાય ત્યારે સમજવું જોઇએ કે તમારું અર્ધજાગ્રત મન તમને કંઈક કહેવા માંગે છે. માટે સ્વપ્નનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાક સામાન્ય સ્વપ્ન અને તેના અર્થ. જેનાથી જ્યારે તમે બીજી વખત કોઈ ખાસ પ્રકારનું અજીબ સ્વપ્ન જુઓ તો તમે તેનો અર્થ સમજી શકો અને તેના દ્વારા તમારા જીવનમાં શું અસર થઈ રહી છે તે પણ જાણી શકો.

1. સપનામાં પડી જવું:

falling in dream

સ્વપ્નમાં પડી જવું, આ એક સામાન્ય સ્વપ્ન છે. જો તમને પણ પડી જવાનું સ્વપ્ન આવે છે, તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ સ્વપ્ન તમને તમારા જીવનમાં અંતર્ગત ચિંતા અને નિયંત્રણની ખોટ સૂચવી શકે છે. ડ્રીમ ડિક્શનરી અનુસાર, પડી જવાનું સ્વપ્ન આપણે આપણાં જીવન પરથી ગુમાવેલ નિયંત્રણ વિષે જણાવે છે. ભલે તે તમારી નોકરી, તમારી નાણાકીય બાબતો, તમારા લગ્ન અથવા તમારા સંબંધોમાંથી કોઈ એક હોય. જો તમે પડી જવાનું સ્વપ્ન જુઓ છો, તો તમારે તમારા જીવનના દરેક પાસા પર ધ્યાન આપવું જોઈએ અને જે પાસા પર તમારું નિયંત્રણ ઓછું થતું જતું હોય તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ.

2. સાંપ દેખાવો :

Watching snake in dream meaning

જો તમારા સપનામાં તમને સાંપ દેખાય છે તો તમારે તેને એક સંકેત તરીકે લેવાની જરૂર હોય છે. સપનામાં સાપ દેખાવો અથવા સાપનું તમને કરડવું એ તમારી અંદર રહેલા છુપાયેલા ભય અને ચિંતાનો સંકેત છે. સાપ નું સ્વપ્ન આવવું એક ચેતવણી છે કે તમારે તમારા જીવનમાં જે ચિંતાઓ અથવા મુશ્કેલીઓ છે તેના પર  ધ્યાન આપવાની જરૂર છે. સાપ કોઈ ખાસ પ્રકારના ભયનો સંકેત આપે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સાપનું દેખાવું એક શુભ સંકેત પણ માનવામાં આવે છે. તો હવે તમારા સ્વપ્નમાં સાપ તમને કરડતો હોય અથવા તો માત્ર દર્શન આપતો હોય તેના પરથી નક્કી કરવું પડશે કે તમારા સ્વપ્નનો અર્થ શું છે.

3. કોઈ દ્વારા પીછો થવો: 

running away from something

જો તમારા સ્વપ્નમાં તમારો કોઈ પીછો કરી રહ્યું છે અથવા કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી તમારા પાછળ પડ્યું છે તો તમારે સમજવાની ખૂબ જરૂર છે. કોઈના દ્વારા પીછો થવો એ સંકેત છે કે તમે તમારા જીવનની કોઈ પરિસ્થિતિ અથવા કોઈ સમસ્યાથી ભાગી રહ્યા છે. માટે જ્યારે તમને કોઈના દ્વારા પીછો કરવાનું સ્વપ્ન આવે છે કે. તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું અર્ધજાગ્રત મન તમને પરિસ્થિતિથી ભાગવાનો નહીં પરંતુ તેમનો સામનો કરવાનું કહી રહ્યું છે.

આ પણ વાંચો: હિટલર: એક ‘સુસાઇડ’ ઐસા ભી…

4. પૈસા દેખાવા: 

seeing money in dreams meaning

ઘણી વખત આપણે સ્વપ્નમાં પૈસા પણ જોતા હોઈએ છીએ. જો તમને રસ્તામાંથી અથવા કોઈ જગ્યાએથી પૈસા મળે છે તો તમારે તે ઘટનાને માત્ર આર્થિક રીતે નથી જોવાની. ઘણી વખત સ્વપ્નમાં પૈસા મળવા તેનો મતલબ એ પણ થતો હોય છે કે તમે તમારા જીવનના એક સારા પાસા તરફ પ્રયાણ કરી રહ્યા છો અથવા તો તમે જીવનમાં ખૂબ જલ્દી કોઈ સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. સપનામાં પૈસા રસ્તામાંથી મળવા તેનો મતલબ કે બહુ જલદી કોઈ સારી તક તમારા જીવન માર્ગમાં આવવાની છે. માટે તમારા રસ્તામાં આવતી દરેક તક પર તમારે ધ્યાન આપવાનું છે અને ફાયદાકારક તક તમારે ઝડપી લેવાની છે.

આ બધામાંથી તમે કયા પ્રકારનું સ્વપ્ન સૌથી વધારે જુઓ છો તે કમેન્ટ કરીને જણાવો અને આ લેખ શેર કરો તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથે. આવી જ વધારે ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment