સામાન્ય માનવી માટે એક સાંધો ત્યાં તેર તૂટે-એવી સ્થિતિ છે. કોરોના(Coronavirus)ની પહેલી લહેરમાં દરેક વ્યકતિગત આવક ઘટી છે, અમુક લોકોના પગારમાં કાપ મુકાયો તો અમુક લોકોને એકાદ મહિનાની સેલરી નહોતી આપવામાં આવી,તેમ છતા એનકેન પ્રકારે આર્થિક અને માનસિક સ્થિતિ સંભાળી હતી પરંતુ, કોરોના મહામારીની આ બીજી લહેરે સમગ્ર દેશના લગભગ પ્રત્યેક પરિવારને માઠી અસર કરી છે. અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ (Unemployment) છે, તો અનેક લોકોના પગારમાં ઘટાડો થયો છે અને સૌથી મોટી સમસ્યા છે ખર્ચમાં ખાસ કરીને મેડિકલ ખર્ચમાં તોતિંગ વધારો થયો છે.પડ્યા પર પાટું જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે કોરોનામાં આવક ઘટવા, નોકરી છુટવા(Job Loss) બાદ પણ મોંઘવારીની માર દેશની જનતાએ સહન કરવાનો વારો આવ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય વધારા છતા ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતના ઈંધણના ભાવમાં એકતરફી વધારો થઈ રહ્યો છે. શિયાળુ પાકને નુક્શાન થતા શાકભાજી સહિતની ખાદ્યસામગ્રીના ભાવમાં વધારો થવા હવે સરકારના તિજોરી ભરવાના આશય હેઠળ સામાન્ય જનતા પિસાઈ રહી છે.દેશની રોજગાર સંગઠને જાહેર કરેલ આંકડા ચોંકાવનારા છે. કોરોનાને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રીય લોકડાઉનને કારણે બેરોજગારી(Unemployment) અને મોંઘવારી(Inflation)માં સામાન્ય હંગામી વધારો જોવા મળ્યો હતો પરંતુ, બીજી લહેરે અર્થતંત્ર અને સંગઠિત-અસંગઠિત ક્ષેત્ર બંનેને ખરાબ અસર કરી છે.
PC-DW
સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)ના રીપોર્ટ અનુસાર મે માસમાં દેશમાં બેરોજગારી દર 11.9%ના એક વર્ષના ટોચે પહોંચ્યો છે,જેમાં શહેરી વિસ્તારમાં બેરોજગારી દર 12.9% અને ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી દર 9.8%એ હતો. અનલોકિંગને કારણે આ સપ્તાહે બેરોજગારી દર ઘટીને 10.8%એ પહોંચ્યો છે પરંતુ, સ્થિતિ કઈંક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. દિલ્હીમાં બેરોજગારી દર 45.6%ના રેકોર્ડ લેવલે છે એટલેકે દિલ્હીમાં દર બીજો વ્યક્તિ બેકાર છે. હરિયાણામાં બેકારી દર 29.1% અને તલિમનાડુમાં 28%એ છે, એટલેકે દર ત્રીજો વ્યક્તિ બેકાર છે.
રાજ્ય | બેકારી દર |
રાજસ્થાન | 27.6 |
પોંડીચેરી | 24 |
કેરલ | 23.4 |
ત્રિપુરા | 20 |
બંગાળ | 19.3 |
બિહાર | 13.8 |
ઉત્તર પ્રદેશ | 6.9 |
ગુજરાતમાં રોજગારની સ્થિતિ કેવી ?
અન્ય રાજ્યોની સરખાણીએ ગુજરાત(Gujarat)નું પ્રદર્શન મહદઅંશે સારૂં છે. રીપોર્ટ અનુસાર ગુજરાતમાં બેકારી દર માત્ર 2.3% જ છે. જોકે આસામ જેવા રાજ્યનો બેકારી દર આ કોરોનાકાળમાં પણ માત્ર 0.1% જ છે.
આઉટલુક શું છે ?
બીજી લહેરના વમળો હાલ શાંત થયા છે ત્યાં બ્રિટન જેવા દેશોમાં કોરોનાની ત્રીજી લહેરે કહેર વર્તાવાનો શરૂ કર્યો છે અને અમુક દેશોમાં ચોથી લહેર પણ આવી ગઈ છે. ભારતમાં પણ આગામી બે-ત્રણ મહિના એટલેકે દિવાળી(Diwali 2021)ની આસપાસ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.ભારત જેવા તહેવાર આધારિત અર્થતંત્રમાં જો કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર આસપાસ આવશે તો અર્થતંત્રને ફરી મસમોટું નુકશાન થવાની સંભાવના છે. સરકાર વધુ નાણાં છાપીને કે પછી વ્યાજદર થકી મોંઘવારીને કાબૂ લઈ શકશે પરંતુ, બેકારીની સ્થિતિ બાદ રોજગાર સર્જન સરકારની હાલની નીતિ મુજબ લગભગ અશ્યક છે તેથી સરકારે ત્રીજી લહેર સામે લડવા મેડિકલ સેવાઓની સાથે આર્થિક મોરચે પણ વિચારણા શરૂ કરવી પડશે.
Corona Economic Crisis: Delhi Unemployment Rate Reach 45%, Gujarat at 2.3%
Corona Economic Crisis, Coronavirus Pandemic, Unemployment Rate, Corona Job Loss, Gujarat Unemployment,
આ પણ વાંચો:જર્મનીએ પોલેન્ડને આપી માત, આજે કરો યા મરો મુકાબલો
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4