Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકોરોનાનો ઓછાયો ઓસર્યો: દેશમાં બેરોજગારી દર 4 માસના તળિયે

કોરોનાનો ઓછાયો ઓસર્યો: દેશમાં બેરોજગારી દર 4 માસના તળિયે

unemployment-rate-indias-jobless-rate-drops-to-four-month-low-in-july-as-covid-ebbs
Share Now

નવી દિલ્હી : વિશ્વભરમાં કોરોના મહામારીની ત્રીજી અને ચોથી લહેર કહેર વર્તાવવાની શરૂઆત કરી રહી છે પરંતુ, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપે તે પહેલાં અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે.

ફેબ્રુઆરી, 2021માં દેશમાં આવેલ કોરોના મહામારીની બીજી લહેર હવે ઓસરી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર જેવા અમુક રાજ્યોને છોડીને દેશના અન્ય રાજ્યોમાં સ્થિતિ કાબૂ હેઠળ છે. કોરોના નિયંત્રણમાં હોવાથી દેશની અર્થવ્યવસ્થા પણ પાટે ચઢી રહી છે.

આ પણ વાંચો : હવે એક જ ATM કાર્ડથી 3 ખાતામાંથી ઉપાડી શકશો પૈસા, આ બેંક આપી રહી છે સુવિધા

Unemployment Rate

આજે આવેલ દેશમાં બેરોજગારીના આંકડા પણ સકારાત્મક સંકેત આપી રહ્યાં છે. જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર(Unemployment Rate) ચાર મહિનાના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો છે. દેશમાં ગ્રામીણ સ્તરની માંગ, ટેક્સ ક્લેકશન અને ખાસ કરીને સેલ્સ ટેલ્સ અને GST ટેક્સ કલેકશન મજબૂત રહ્યાં છે અને અમુક કોમોડિટી સંલગ્ન ચીજવસ્તુઓની માંગ વધતા સ્થિતિ સુધરી રહી છે.

Unemployment

ખાનગી સંશોધન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડ(CMIE)ના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર(Unemployment Rate) ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે. ગ્રામીણ બેરોજગારીનો દર ઘટીને 6.3% થયો છે જ્યારે શહેરી બેરોજગારી 8%થી ઉપર રહ્યો છે.

ભારત જેવા અર્થતંત્ર જ્યાં ખાનગી વપરાશ કુલ ઘરેલુ ઉત્પાદન એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)માં 60% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે તેવા અર્થતંત્રમાં નોકરીઓનું પુન:સર્જન દેશ માટે ખૂબ જ સકારાત્મક છે. ગત નાણાંકીય વર્ષે સરકારી ખર્ચમાં કાપ નહોતો મુકાયો પરંતુ, દેશના ખાનગી કન્ઝમ્પ્શનમાં અભૂતપૂર્વ સંકોચન બાદ હવે સ્થિતિ થાળે પડી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતી સ્ટારડમ જીનલ બેલાણીની OTT India સાથે ખાસ વાતચીત…

વિશ્વની ટોચની સંસ્થા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF) 1 એપ્રિલ,2021થી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 9.5% અનુમાનિત કર્યો છે,જે અગાઉના અનુમાન કરતા ઓછો છે. મહત્વની વાત એ છે કે દેશની સેન્ટ્રલ બેંક, RBI અને IMF બંને ટોચની સંસ્થાનો ભારતનો વિકાસ દર લક્ષ્યાંક સમાન છે. છેલ્લા દોઢ વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્રને સહાયક થવા, ઝડપી રિકવરી અને આગામી સમયના મજબૂત આઉટલુક માટે વ્યાજદરના ચક્રને રેકોર્ડ નીચલા લેવલે ટકાવી રાખ્યો છે.

India GDP Growth

GST આવક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રવિવારે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ગત મહિને ગુડ્સ અને સર્વિસ ટેક્સ પેટે સરકારની આવક જૂનમાં ઘટાડા બાદ જુલાઈમાં ફરી વધી છે. જુલાઈ માસમાં જીએસટી કલેકશન 33% વધીને 1 કરોડને પાર ફરી નીકળતા 1.16 લાખ કરોડ થઈ છે.

2020ના જુલાઈ માસમાં જીએસટી આક રૂ. 87,422 કરોડ હતી. ગયા મહિને એટલે કે જુનમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 82,849 કરોડ રૂપિયા રહ્યું હતું.

આ પણ વાંચો : ટેલિકોમ સેક્ટરને આર્થિક પેકેજ આપવાની મોદી સરકારની તૈયારી

આ સિવાય સોમવારે આવેલ આઇએચએસ માર્કિટના ડેટા અનુસાર ભારતની મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિઓ પણ ગયા મહિને કોરોના વાયરસના નિયંત્રણો હળવા થતા ફરી રિકવરીના પંથે આગળ વધી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment