Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝઆજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા પર લાગી શકે છે મહોર

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા પર લાગી શકે છે મહોર

three agricultural laws
Share Now

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ (Central cabinet)ની બેઠક આજે બુધવારે લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ગઇકાલે મંગળવારે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય સંસદ (Parlament)ના આગામી શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદા (three agricultural laws) પર ચર્ચા કરવાની તારીખો પર વિચાર કરી રહ્યું છે.

three agricultural laws ઓને પરત ખેંચવા માટે બિલ લાવી શકે છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવવામાં આવી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે પરામર્શ બાદ બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભા (Lok Sabha)માં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરી શકે છે. પ્રહલાદ જોશી (Prahlad Joshi)એ જણાવ્યું હતું કે, આગામી 29 નવેમ્બરથી શરૂ થનારા સંસદના આગામી શિયાળુ સત્રમાં કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.

ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા

બિલનો ઉદ્દેશ ગત્ત વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલ (Bill)ને પરત ખેંચવાનો છે. ગત્ત 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ભારે જશ્ન મનાવ્યો હતો. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી.

આ પણ વાંચો: કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનું એલાન, MSP કાયદો ના બને ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન

પ્રદર્શન યથાવત રહેશે

એક તરફ વડાપ્રધાનની જાહેરાત બાદ ખેડૂતો ઉત્સાહમાં છે. ખેડૂતો (Farmers)તેને મોટી જીત તરીકે જોઈ રહ્યા છે. આ તમામ બાદ પણ ખેડૂત સંગઠનોની કહેવું છે કે, પ્રદર્શન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂર્ણ ન થાય. જોકે વડાપ્રધાને જાહેરાત કરતાંની સાથે જ ખેડૂતોને ઘરે પરત ફરવા અને ખેતરોમાં કામે લાગી જવા માટે અપીલ પણ કરી હતી.

three agricultural laws વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા

ગત્ત 17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર 27 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોનાં સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન (Movement)શરૂ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment