સમગ્ર દેશમાં કોલસાની અછતને લઈને માહોલ ગરમાયો છે. ત્યારે કોલસાની અછતના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈ સંકટ નથી. તેમણે એમ પણ કહ્યું કે બિનજરૂરી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે ઉર્જા મંત્રીએ આજે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે બેઠક બાદ આ નિવેદન આપ્યું હતું.
અધિકારીઓ સાથે કરી બેઠક
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે BSES, NTPC અને ઉર્જા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ સંકટ નથી. તેમણે એમ પણ કહ્યું કે સમસ્યા એટલા માટે શરૂ થઈ કારણ કે ગેલે દિલ્હી ડિસ્કોમ્સને કરાર સમાપ્ત થવાને કારણે પુરવઠો બંધ કરવાનું કહ્યું હતું. અમે ગેલના સીએમડી સાથે વાત કરી, તેમણે કહ્યું કે આવી કોઈ સમસ્યા નહીં હોય.
આ પણ વાંચો:પરિવર્તન માટે જીદ નહીં પરંતુ જોખમ લઈને નિર્ણય કરે છે પીએમ મોદી: અમિત શાહ
લોકોને ખોટા મેસેજ મોકલ્યા
ટાટા પાવર તરફથી ઘણા લોકોને મેસેજ મોકલવાના સવાલો પર આર.કે.સિંહે જણાવ્યું હતું કે અમે ટાટા પાવરને ચેતવણી આપી છે કે લોકોમાં ડર પેદા થાય તેવા કોઇ મેસેજ મોકલશો નહીં, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરરોજ અમે કોલસાના સ્ટોક પર નજર રાખી રહ્યા છીએ. આજના સમયમાં આપણી પાસે 4 દિવસનો કોલસાનો સ્ટોક છે, તેને વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યને જેટલી જરૂર છે તેટલી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેને પુરવઠો પણ આપવામાં આવી રહ્યો છે.
CM કેજરીવાલે પત્ર લખ્યો
તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ મામલે પત્ર લખ્યો હતો. CM કેજરીવાલે પત્ર લખ્યો હતો કે દિલ્હીમાં વીજળીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે, હું તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. વળી, સીએમ કેજરીવાલે પીએમ મોદી પાસેથી હસ્તક્ષેપની માંગ પણ કરી હતી.
I have asked the GAIL CMD to continue supplying the required amount of gas to power stations across the country. He has assured me that the supplies will continue. Neither there was any shortage of gas in the past, nor will it happen in the future: Union Power Minister RK Singh pic.twitter.com/8G2NiRMoOO
— ANI (@ANI) October 10, 2021
કોલસાની કટોકટીના સમાચાર સામે આવ્યા હતા
મહત્વની બાબત છે કે 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી જે કોલસા દ્વારા સંચાલિત છે, એમાંથી 70-72 એવા પ્લાન્ટ છે જ્યાં ચાર દિવસથી ઓછો સ્ટોક બાકી રહ્યો છે. આ સિવાય 48- 50 છે પ્લાન્ટ્સ કે જેમાં માત્ર 5-10 દિવસ કોલસો બાકી છે. તેમજ, દેશના માત્ર 13 પ્લાન્ટ જ એવા છે જેમાં કોલસાની અછત 10 દિવસથી વધુ સમય માટે બાકી છે. જોકે હવે આર કે સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે અત્યારે કોઈ કટોકટી નથી, ચાર દિવસનો સ્ટોક બાકી છે, તેને વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોલસાની અછતને લઈને માહોલ ગરમાયો છે. ત્યારે કોલસાની અછતના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈ સંકટ નથી. તેમણે એમ પણ કહ્યું કે બિનજરૂરી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે ઉર્જા મંત્રીએ આજે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે બેઠક બાદ આ નિવેદન આપ્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4