Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝકેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પીએચડીની ડિગ્રી મેળવી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પીએચડીની ડિગ્રી મેળવી

Mansukh Mandaviya
Share Now

કહેવાય છે કે શીખવા અને જ્ઞાન મેળવવાને કોઈ ઉંમર નડતી હોતી. ગઇકાલે મંગળવારે દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ તેમની પીએચડીની ડિગ્રી (PHD Degree)મેળવી છે. રાજ્યસભા અને દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Central Health Minister)ની જવાબદારી સંભાળનારા મનસુખ માંડવિયાએ 49 વર્ષની વયે ડોક્ટરેટની પદવી મેળવી છે. હવે તેઓ ડૉ. મનસુખ માંડવિયા તરીકે ઓળખાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ટ્વિટ કરી શું કહ્યું?

જણાવી દઈએ કે કોરોનાની લહેર વચ્ચે તેમને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મોટી જવાબદારી મળી હતી. આ દરમિયાન, આટલી વ્યસ્ત જિંદગી હોવા છતાં, તેમણે પીએચડી (PHD)નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર, મનસુખ માંડવિયાએ 1 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીમાં મૌખિક પરીક્ષામાં સામેલ થયા હતા. મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રાલય સાથે રસાયણ અને ખાતર મંત્રાલયનો પણ હવાલો ધરાવે છે. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી લખ્યુ કે, આ પીએચડી યાત્રા મને સ્થૂળ જ્ઞાનથી સૂક્ષ્મ ક્ષાન તરફ લઇ ગઇ. મારા જીવનમાં આ એક ખૂબ મહત્વની સિદ્ધિ છે. યુનિવર્સિટી, મારા માર્ગદર્શક અને મારી સંશોધનમાં મને ટેકો આપનારા દરેક વ્યક્તિનો આભાર માનુ છે.

 આ પણ વાંચો: મોદી સરકાર TelCoઓ સાથે કરશે સેટલમેન્ટ, વોડા-આઈડિયા, એરટેલને મળશે 40,000 કરોડની રાહત

મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)ને કઇ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મળી

મનસુખ માંડવિયાને મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University)દ્વારા પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સમુદાયના વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠની ભૂમિકા પર સંશોધન કર્યું છે. તેમને આ ડિગ્રી આપ્યા બાદ, યુનિવર્સિટી વતી ટ્વિટ કરીને અભિનંદનનો મેસેજ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટી (University)ના ટ્વિટર પરથી લખવામાં આવ્યું હતું કે, અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અમારા વિદ્યાર્થી અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ‘સમુદાય વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠની ભૂમિકા’ પર પીએચડીની ડિગ્રી મેળવી છે. અમને આશા છે કે તેમનો અભ્યાસ ગ્રામીણ ઉચ્ચ શિક્ષણને મજબૂત બનાવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment