Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝભારતમાં દર સાતમો બાળક ડિપ્રેશનનો શિકાર, સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સના રિપોર્ટમાં થયો ખુલાસો

ભારતમાં દર સાતમો બાળક ડિપ્રેશનનો શિકાર, સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સના રિપોર્ટમાં થયો ખુલાસો

unicef report, mansukh mandaviya
Share Now

ભારતમાં દર સાતમા બાળકમાંથી એક બાળક ડિપ્રેશનનો શિકાર છે. તમને આ વાત ચોંકાવનારી લાગશે. પરંતુ યુનિસેફના એક રિપોર્ટ દ્વારા આ ખુલાસો થયો છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકોને માત્ર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ નથી પરંતુ તેમને ઉપેક્ષા અને દુર્વ્યવહારનું જોખમ પણ છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટ જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય એક જૂનો અને ઉભરતો મુદ્દો છે. આપણા દેશમાં માનસિક સ્વાસ્થ્યનએ લઈને સમસ્યાઓ વધી રહી છે.

માનસિક તનાવની સમસ્યા વધી 

ગ્રામીણ કૃષિ પૃષ્ઠભૂમિ અને સંયુક્ત કુટુંબનું ઉદાહરણ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સંયુક્ત કુટુંબમાં બાળકો અને કિશોરો જેવી રીતે દરેક મુદ્દા પર પરિવારના એક અથવા બીજા સભ્ય સાથે વાત કરીને પોતાની વાત બીજાને કહી દેતા હોય છે. તે રીતે નાના પરિવારમાં થતું નથી. તેમણે કહ્યું કે આ સંસ્કૃતિને કારણે આજે અલગતાના કેસો વધ્યા છે.  જેના કારણે માનસિક તણાવની સમસ્યા વધી રહી છે.

unicef report, mansukh mandaviya

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર, ખેડૂતોને જીપથી કચડી નાખવામાં આવી રહ્યા છે

માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની જરૂર

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી જોવાની જરૂર છે. પરિવારો અને શિક્ષકોએ બાળકો સાથે ખુલ્લી રીતે વાતચીત કરવી જોઈએ. પરીક્ષા પે ચર્ચાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવા માટે પીએમ મોદી દ્વારા વ્યક્તિગત પ્રયાસો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એક જ સિક્કાની બે બાજુ છે.

7 માંથી એક કિશોર ડિપ્રેશનથી પીડાય છે

ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન અલી હકે રિપોર્ટને ટાંકીને ઘણી મહત્વની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટ 2021 મુજબ, 15 થી 24 વર્ષની વયના14 ટકા અથવા 7 માંથી એક બાળકે કહ્યું કે તે નિરાશા અનુભવે છે. અથવા અમુક કામ કરવા માટે તેનએ કોઈ રસ હોતો નથી. એટલે કે , તે બાળક માનસિક સમસ્યાથી ગ્રસ્ત છે. રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે બાળકો માત્ર માનસિક પીડાનું જીવન નથી જીવી રહ્યા પરંતુ તેમાંથી ઘણાને ઉપેક્ષા અને દુર્વ્યવહારનું જોખમ પણ છે. આમ યુનિસેફના અહેવાલ મુજબ ભારતમાં કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર સાતમા બાળકમાંથી એક બાળક ડિપ્રેશનનો શિકાર છે. તમને આ વાત ચોંકાવનારી લાગશે. પરંતુ યુનિસેફના એક રિપોર્ટ દ્વારા આ ખુલાસો થયો છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકોને માત્ર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ નથી પરંતુ તેમને ઉપેક્ષા અને દુર્વ્યવહારનું જોખમ પણ છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટ જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય એક જૂનો અને ઉભરતો મુદ્દો છે. આપણા દેશમાં માનસિક સ્વાસ્થ્યનએ લઈને સમસ્યાઓ વધી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment