Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝઅમિત શાહે આપી દિવાળીની ભેટ, ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું કર્યું લોકાર્પણ

અમિત શાહે આપી દિવાળીની ભેટ, ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું કર્યું લોકાર્પણ

amit shah
Share Now

કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે અમદાવાદ ખાતે ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કર્યું છે. ત્યારે આ અવસરે માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,મેયરશ્રી કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો,પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદશ્રીઓ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

170 કરોડના ખર્ચે તૈયાર કરાયો બ્રિજ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું લુકાર્પણ કર્યું છે. ગોતા ફલાયઓવરથી સોલા ફલાયઓવર સુધીનો આ 2.36 કિલોમીટર લાંબો બ્રિજ ૧૭૦ કરોડના રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

amit shah

આ પણ વાંચો:પ્રતિજ્ઞા રેલીમાં પ્રિયંકાની હુંકાર, કહ્યું- 7 વર્ષમાં 70 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું

  • રાજ્યના નાગરિકોને વાહન યાતાયાત સરળતા ની દીપાવલી ભેટ
  • સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે ના 44 કી.મી લાંબા માર્ગ પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અંડવાદના મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા
  • ૧૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત 2.36 કી. મીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં વધુ સુવિધાયુક્ત બનશે
  • અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે
  •  સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે

સરળ અને ઝડપી પરીવહનની સુવિધા

થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા. ૨૭/૦૬/૨૦૨૧થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે.

13માંથી 7 ફલાયઓવર કાર્યરત 

તમને જણાવી દઈએ કે, સરખેજ-ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે અમદાવાદ ખાતે ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કર્યું છે. ત્યારે આ અવસરે માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,મેયરશ્રી કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો,પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદશ્રીઓ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.youtube.com/watch?v=eJiiaJmg6a4

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment