Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝકેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી શકે છે ગુજરાત, વિધાનસભાની ચૂંટણીને લઈને કરી શકે છે ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી શકે છે ગુજરાત, વિધાનસભાની ચૂંટણીને લઈને કરી શકે છે ચર્ચા

amit shah visit gujarat
Share Now

ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે ભાજપની(BJP) ભવ્ય જીત થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah) ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) ગુજરાત(Gujarat) પ્રવાસે આવી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનએ લઈને ભાજપના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. 

આવતી કાલે આવી શકે છે ગુજરાત 

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ((Amit Shah)) ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ((Amit Shah) આવતીકાલે સાંજે ગુજરાત આવી શકે છે. અને 8 ઓકટોબરના રોજ કલોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમજ તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે આગામી વર્ષ 2022 માં યોજાનારી ચૂંટણીને લઈને રણનીતિ પણ ઘડી શકે છે.

amit shah visit gujarat

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર, ખેડૂતોને જીપથી કચડી નાખવામાં આવી રહ્યા છે

વિકાસના કામોમાં આપી શકે છે હાજરી 

ગૃહમંત્રી અમિતશાહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. ત્યારે અમિત શાહ વિકાસના કામોમાં હાજરી આપે તેવી શક્યતરાઓ પણ રહેલી છે.  તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ માણસા ખાતે તેમના કુળદેવીના દર્શન કરવા માટે પણ જઈ શકે છે.  તમને જણાવી દઈએ કે, દર નવરાત્રીમાં માણસા ખાતે તેમની કુળદેવીના દર્શન કરવા માટે અચૂક જતાં હોય છે.

ચૂંટણીને લઈ અલગથી રણનિતી ઘડશે

ગુજરાતમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ભાજપ 2022ની ચૂંટણીને લઈને અત્યારથી જ પુરજોશ તૈયારીમાં લાગી ગયું છે.  વિધાનસભાની ચૂંટણીને લઈને  ગુજરાત ભાજપ પણ ઘણું સક્રિય જોવા મળી રહ્યું છે. ત્યારે આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.તો તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે ચૂંટણીનએ લઈને રણનીતિ ઘડી શકે છે. તેમજ પાર્ટીને લઈને પણ ઘણા મોટા નિર્ણયો પણ લઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે,  ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે ભાજપની ભવ્ય થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનએ લઈને ભાજપના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment